વેરાવળના વેપારી સાથે 1.98 લાખની ઠગાઇ : નાણા વસુલવા અદાલતમાં ફરિયાદ

15 April 2019 02:46 PM
Veraval

ચેક રીટર્ન થયા બાદ વારંવાર ઉઘરાણી છતા નાણા નહી મળ્યાની રાવ

Advertisement

વેરાવળ તા.1પ
વેરાવળમાં વખારીયા બજારમાં આવેલ વેપારી-પેઢી ને ગોરખમઢી ગામના વેપારીએ ખોળ-ભુસાનો માલ આપેલ તેના રુા.1,98,67પ ની રકમનો ચેક આપેલ હતો. આ ચેક બેંકમાંથી રીર્ટન થયા બાદ અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં વેપારીએ પૈસા નહીં આપતા સુત્રાપાડા કોર્ટમાં નાણાં વસુલ કરવા માટે ફરીયાદ નોંધાવેલ છે.
આ અંગે સુત્રાપાડા કોર્ટમાં થયેલ ફરીયાદની વિગત મુજબ ગોરખમઢી ગામે આવેલ માધવ ટ્રેડીંગ વાળા મનસુખભાઇ સુચકે વેરાવળની વખારીયા બજારમાં આવેલ પ્રકાશચંદ્ર પ્રભુદાસ એન્ડ કંપની ના ભાગીદાર ગણેશ ચુનીલાલ કુહાડા તથા પ્રભુદાસ ચુનીલાલ અને ધરમશી ચુનીલાલ ને ખોળ અને ભુસો આપેલ તેની રકમ રુા.1,98,67પ નો ચેક તા.ર6-ર-ર019 નો આપેલ હતો.
આ ચેક મનસુખભાઇ સુચકે વસુલ કરવા બેંકમાં મોકલેલ પરંતુ અપુરતી રકમ હોવાથી તા.1-3-ર019 ના રોજ ચેક રીર્ટન થયેલ હતો ત્યારબાદ અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં પૈસા નહીં આપતા અંતે સુત્રાપાડા કોર્ટમાં નેગોશીયેબલ ઇસ્ટુમેટ એકટ 1881 ની કલમ 138, 14ર મુજબ નાણાં વસુલ કરવા માટેની ફરીયાદ નોંધાવી ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.


Advertisement