પ્રભાસ પાટણ નજીક કારની ડેકીમાં ક્રુરતાપૂર્વક ભરેલા દસ ઘેટા મળી આવતા રોષ : બે શખ્સો ઝડપાયા

15 April 2019 02:46 PM
Veraval

બ્રાહ્મણ વૃઘ્ધા સાથે સોનાની બંગડીની ઠગાઇ : વેરાવળમાં જુગાર રમતા નવ ઝડપાયા

Advertisement

વેરાવળ તા.15
પ્રભાસ પાટણ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન તાલાલા બાયપાસ ચોકડી પાસે ટાટા ઇન્ડીગો મોટર કારની ડેકીમાં તપાસ કરતા ઘેટા નંગ 10 ને ક્રુરતા પૂર્વક ભરેલ હોય તે મળી આવતા બે શખ્સોને મોટર કાર તથા ઘેટા મળી કુલ રૂા.75,000 ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ બનાવની પ્રભાસ પાટણ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પી.એસ.આઇ. ડી.જે.કડછા, હે.કો. વિ.આર.ભુતિયા, પો.કો. શૈલેષભાઇ જગમાલભાઇ વાળા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન તાલાલા બાયપાસ ચોકડી પાસે ટાટા ઇન્ડીગો મોટર કાર નં. જી.જે. 6 સી.બી. 8રપપ ની નીકળતા તેને શંકાના આધારે રોકાવી તલાસી લેતા મોટર કારની ડેકીમાં ઘેટા જીવ 10 ને ત્રાસદાયક અને ક્રુરતાપુર્વક ભરેલ અને કતલ કરવાના ઇરાદે લઇ જતા આ ઘેટાને બચાવી લીધેલ જયારે મોટર કારમાં રહેલ (1) હુસેન અલીભાઇ બાબી ખાટકી ઉ.વ.31 રહે. અલીભાઇ સોસાયટી પ્રીન્સ કોલોની તથા (2) અલ્તાફ ઉર્ફે એજાજ અબ્બાસભાઇ બ્લોચ મકરાણી ઉ.વ.19 રહે.બાગે યુસેફ કોલોની ને ઘેટા નંગ-10 તથા મોટરકાર સહીતની કુલ રૂા.75,000 ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
વૃઘ્ધા સાથે ઠગાઇ
પ્રભાસ પાટણમાં રામરાખ ચોકમાં રહેતા બ્રામ્હણ વૃધ્ધાને જૂનાગઢનો એક બ્રામ્હણ શખ્સ ખોટી ઓળખાણ આપી વિશ્વાસમાં લઇ આજથી દસેક માસ પહેલા સોનાની બંગડી સવા બે તોલાની કિ.રૂા.વીસ હજારની લઇ ગયેલ અને પરત દેવા નહી આવતા છેતરપીંડી થયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
આ બનાવની પ્રભાસ પાટણ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામરાખ ચોકમાં બરડાદેવ કૃપા માં રહેતા બ્રામ્હણ હંસાબેન અવંતીલાલ ત્રીવેદી ઉ.વ.75 ના ઘરે આજથી દસેક માસ પહેલા તા.26/06/2018 ના બપોરે સાડા બાર થી એક વાગ્યા આસપાસ જૂનાગઢ ખાતે રહેતો બ્રામ્હણ નૈમિષ પુરોહીત નામનો શખ્સ આવી પોતાની ખોટી ઓળખાણ આપી હંસાબેન ને વિશ્વાસમાં લઇ તેની સોનાની બંગડી સવા બે તોલાની કિ.રૂા.વીસ હજારની લઇ ગયેલ અને ફરી પરત દેવા નહીં આવતા છેતરપીંડી થયાની ફરીયાદ પ્રભાસ પાટણ પોલીસમાં નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ 406, 420 મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. ડી.જે.કડછા એ હાથ ધરેલ છે.
જુગાર
વેરાવળમાં દિવાનીયા કોલોની વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા નવ જુગારીઓને રોકડા રૂા.62,690 ની સાથે પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગે વેરાવળ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સીટી પી.એસ.આઇ. આર.એ.ચનીયારા તથા એ.એસ.આઇ. એસ.ઓ.સાંધ સહીતના સ્ટાફે દિવાનીયા કોલોનીમાં રહેતા અમીન ઇબ્રાહીમ કાપડીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો ભેગા કરી તેને જુગાર રમવાના સાધનો સગવડતા પુરી પાડી પૈસાની હારજીતનો જુગાર રમાડી અને જુગાર રમતા શખ્સો પાસેથી પોતાના અગંત ફાયદા સારૂ નાલની રકમ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહેલ હોવાની બાતમીના આધારે ગઇ કાલે સાંજે દરોડો પાડતા (1) અમીન ઇબ્રાહીમભાઇ કાપડીયા, (2) રફિક રહેમાનભાઇ મીરઝા, (3) અસલમ યુસુફભાઇ કાજલીયા, (4) ગફાર સત્તારભાઇ મીરજા, (5) જબ્બાર ફારૂકભાઇ ભોડા, (6) જાવીદ વલીભાઇ રાઠોડ, (7) અખ્તર ઇબ્રાહીમભાઇ ભારા, (8) મહમદ હુસેન સત્તારભાઇ જોગના, (9) આસીફ રહેમાનભાઇ આરબા સહીતનાને રોકડા રૂા.62,690 ની સાથે નવેય શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
અકસ્માત
સોમનાથ નજીક બાયપાસ રોડ ઉપર મોટર સાયકલ ચાલકે બાળાને હડફેટે લેતા માથામાં તથા ડાબી સાઇડની પાંસળી ફેકચર સહીતની ઇજાઓ કરેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ સોમનાથ રેલ્વે સ્ટેશનની બાજુમાં રહેતા ઇકબાલભાઇ હનીફભાઇ ગઢીયા ઉ.વ.3પ ની ભત્રીજી સમીનાબેન ને બાયપાસ રોડ ઉપર નરેશભાઇ સોલંકી રહે.પીપળીની કાદી વાળાએ મોટર સાયકલ નં જી.જે. 3ર એફ. 3141 ની પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હડફેટે લેતા સમીનાબેન ને માથામાં તથા ડાબી સાઇડની હાસળીમાં ફેકચર સહીતની ઇજાઓ કરી નાસી ગયેલ હોવાની ફરીયાદ પોલીસમાં મોટર સાયકલના ચાલક નરેશ સોલંકી સામે નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરેલ છે.
રીક્ષા-બાઇક વચ્ચે ટક્કર
પ્રભાસ પાટણમાં રહેતા વાણંદ રમેશભાઇ નાથાભાઇ સોલંકી ઉ.વ.43 તથા કીરણબેન મોટર સાયકલ નં. જી.જે. 11 ઇ.ઇ. 3868 માં જઇ રહેલ તે વખતે જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ભારત હોટલની સામે એક અજાણ્યા પ્યાગો રીક્ષાના ચાલકે રિક્ષા પુરઝડપે અને ગફલતભરી ચલાવી મોટર સાયકલને પાછળના ભાગેથી ઠોકર મારી મોટર સાયકલને પછાડી દેતા રમેશભાઇ તથા કીરણબેનને ઇજાઓ સાથે હોસ્પીટલમાં સારવારમાં ખસેડેલ છે. આ બનાવ અંગે ઇજા પામેલ રમેશભાઇ સોલંકી એ અજાણ્યા રીક્ષા ચાલક સામે પોલીસમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરેલ છે.


Advertisement