ધોરાજીમાં રામ જન્મોત્સવની શ્રધ્ધા અને ભકિતભાવથી ઉજવણી

15 April 2019 02:34 PM
Dhoraji
  • ધોરાજીમાં રામ જન્મોત્સવની શ્રધ્ધા અને ભકિતભાવથી ઉજવણી

પૂજા-અર્ચના, મહાઆરતી, લોકમેળો સહિતના વિવિધ કાર્યક્રમો

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી)
ધોરાજી તા.15
ધોરાજી ખાતે રામ જન્મોત્સવની શ્રધ્ધાઅને ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજા-અર્ચના, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મીક કાર્યક્રમો યોજવામાં આવેલ હતા.
ધોરાજી ખાતે પ્રાચીન રામ મંદિરે છેલ્લા 76 વર્ષથી દર રામનવમીએ રામચંદ્ર ધુન મંડળ દ્વારા શ્રીરામ જય રામ જય જય રામનો જયજયકાર બોલાવે છે. ગઈકાલે રામ જન્મ મહોત્સવ નિમિતે સેવાભાવી યુવાનો અને રામચંદ્ર ધુન મંડળ દ્વારા રામ મંદિર ખાતે ધુન યોજવામાં આવેલ હતી. જેમાં બહોળી સંખ્યામાં ભાવીકો જોડાયા હતા.
તેમજ બપોરે રામ જન્મ નિમિતે વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતી યોજવ9માં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં ભાવીકોએ જોડાઈ અને દર્શનનો લાભ લીધેલ હતો.
આ તકે કે.ઓ. શાહ કોલેજ ગ્રાઉન્ડ ખાતે બે દિવસનો ભવ્ય લોકમેળો યોજાયો હતો. લોકો અને બાળકો આ મેળો માણવા માટે ઉમટી પડયા હતા.


Advertisement