લોકસભાની બેઠક માટે પ્રમાણિક ઉમેદવારને સમથૅન: સંગઠન મંત્રી દિલીપ સાંબવાની સ્પષ્ટ વાત

15 April 2019 02:27 PM
Botad
  • લોકસભાની બેઠક માટે પ્રમાણિક ઉમેદવારને સમથૅન: સંગઠન મંત્રી દિલીપ સાંબવાની સ્પષ્ટ વાત

બોટાદમાં પાટીદાર અનામત અાંદોલન સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ : રાજકીય પક્ષો પોતાના સ્વાથૅ માટે પાટીદાર સમાજનો ઉપયોગ કરી રહ્યાં છે: પત્રકાર પરિષદમાં દિલીપ સાંબવાની તડાફડી

Advertisement

(દિનેશ બગડીયા) બોટાદ તા. ૧પ બોટાદ પાટીદાર અનામત અાંદોલન સમીતીના સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ સાંબવાઅે શહેરમાં બોલાવેલી પત્રકાર પરીષદમાં સંબોધતા જણાવ્યુ કે ર૦૧૯ લોકસભાની ચુંટણી સંદભૅમાં પાટીદાર અનામત અાંદોલન સમીતી અને પાટીદાર સમાજ ઘણા સમયથી અલોપશભાઈ કથરીયા અને શહીદ પરીવાર માટે ન્યાયની માંગણી કરતા અાવ્યા છીઅે ત્યારે રાજકીય પાટીૅઅો પાટીદાર સમાજ અને પાટીદાર અનામત અાંદોલન સમીતીના અાગેવાનોને ફુટબોલની જેમ રમાડે છે. અમો રાજકીય પાટીૅના ગુલામ કે અેજન્ટ નથી. રાજકીય પાટીૅના સીમ્બોલથી ખોટા અને નેતાઅો ચંુટણી જીતી પોતાના સ્વાથૅ માટે પાટીદાર સમાજ સાથે ગદારી કરી રહ્યા છે તેના ઉઘાડા પાડવાના છે પટેલ સમાજમાં વરસોથી સારા અને નરસા સામાજીક કામોમાં પાટીદાર સમાજ સાથે રહ્યા હોય તેવા લોકસભાના ઉમેદવારને પાટીદાર અનામત અાંદોલન સમીતી સમથૅન કરે છે તેમાં ચંૂટણી પ્રચાર ઉઘાડી બહાર અાવેશ તે પછી ઉમેદવારને સ્પોટૅને સમથૅન કરવાના છીઅે તેનુ લીસ્ટ ઉમેદવારનુ તા. ૧૯/૪ સુધીમાં પ્રસીઘ્ધ કરવામાં અાવશે. જેઅેમડીસી મેદાનમાં રપ લાખના પાટીદાર સમાજ લોકો ભેગા થયા હતા. તે કોઈ રાજકીય પાટીૅના સમથૅન અાપવા નહી પરતુ સમાજના મુદાથી અાંદોલનને સમથૅન અાપવા ભેગા થયા હતા ત્યારે ઘણા જ રાજકીય પાટીૅઅો અને તેના અાગેવાનો અગ્રણીઅો ધારસભ્યો સાંસદ સભ્યો રાજકીય ચંપલો કાઢીને મેદાનમાં દાખલ થયા હતા જે તે રાજકીય અાગેવાનોઅે પણ રાજકીય ચંપલો પહેરી લીધા છે તેના રાજકીય ચંપલો કઢાવી ઉઘાડા પાડવાના કોઈ પણ રાજકીય પાટીૅને મદદ કરવા જતા જે પાટીદાર સમાજને વફાદાર ન હોય તો સમાજને મોટુ નુકશાન થઈ શકે છે અેટલે હવે પછી પાટીદાર સમાજને રાજકીય ગ્રહણ લાગવા નહી દઈઅે. છેલ્લા જણાવ્યુ કે પાટીદાર અનામત અાંદોલન સમીતીના સંગઠન અને પ્રભારી દીલીપભાઈ સાંબવાનીઅે જણાવ્યા પ્રમાણે પાટીદાર અનામત અાંદોલન સમીતીઅે તા. ૧૯/૪ ના રોજ સંગઠનના સહારે લોકસભા સીટ પ્રમાણે સ્થાનીક અાંદોલનકારીઅો સોશીયલ અામીૅ અને સામાજીક અાગેવાનોને સાથે રાખી સારા પ્રમાણીક ઉમેદવારીને સમથૅન કરીશુ અને તેનું લીસ્ટ જાહેર કરવામાં અાવશે.


Advertisement