ગોંડલના શેમળાના યુવાનોનો મોદી ફરી વડાપ્રધાન બને ત્યાં સુધી અન્નજળ ત્યાગ

15 April 2019 02:23 PM
Gondal

પ્રધાનમંત્રી રહે ત્યાં સુધી મીઠાઇ પણ નહીં ખાય...

Advertisement

ગોંડલ તા.1પ
ગોંડલ તાલુકાના શેમળા ગામે રહેતા યુવાને નરેન્દ્રભાઈ મોદી ફરી વખત વડાપ્રધાન બને તે માટે અન્ન-જળનો ત્યાગ કરવાની ટેક રાખી છે દિવસ દરમિયાન માત્ર 250 ગ્રામ ફ્રૂટ જ આરોગી રહ્યા છે તે ઉપરાંત જ્યાં સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદ પર બિરાજશે ત્યાં સુધી મીઠાઈ તેમજ ખાંડની આઇટમોનો પણ ત્યાગ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના શેમળા ગામે રહેતા અને ખેતી સાથે વેપાર કરતા ભગવાનજીભાઈ નાગજીભાઈ રામાણી ઉમર વર્ષ 51 એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો અનન્ય પ્રેમ દાખવ્યો છે તેઓએ જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી ફરી વખત વડાપ્રધાન પદ પર બિરાજે નહીં ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધેલ છે. ગત તારીખ 6 ના રોજ લીધેલ પ્રતિજ્ઞા બાદ આજે તેમના વજનમાં આઠ કિલો ઘટાડો નોંધાવા પામ્યો હતો. આ દિવસો દરમિયાન તેઓ માત્ર 250 ગ્રામ ફ્રુટ અને સવારે ગરમ પાણી સાથે મધ આરોગી રહ્યા છે.
આ ઉપરાંત જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદ પર બિરાજમાન રહેશે જ્યાં સુધી કોઈપણ જાતની મીઠાઇ કે ખાંડની બનેલી વસ્તુ આરોગશે નહીં તેવી પ્રતિજ્ઞા પણ લીધેલ છે. (ભગવાનજીભાઈ મો. 9979868947)


Advertisement