અમરેલીના જીવલેણ હુમલાના બનાવમાં ફરાર આરોપી ગણત્રીના કલાકોમાં ઝડપાયા

15 April 2019 02:11 PM
Amreli

જિલ્લાના ત્રણ માથાભારે શખ્સોની પાસા તળે અટકાયત

Advertisement

(મિલાપ રૂપારેલ)અમરેલી તા.1પ
અમરેલી ગજેરાપરા પટેલ વાડી પાસે રહેતા મિતેશભાઈ સેલડીયાને છરીનાં ઘા મારી ગંભીર ઈજા કરેલ હોય, જે અનુસંધાને ઈજા પામનાર મિતેશભાઈ સેલડીયાએ આરોપી યુવરાજ ઉર્ફે શીવકુ બાબુભાઈ મકવાણા, રહે. અમરેલી ચક્કરગઢ રોડ વાળા વિરૂઘ્ધ ફરિયાદ આપતા જે અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશન આઈપીસી ક. 307, મુજબનો ગુન્હો નોંધાયો હતો.
ગઈકાલ તા.1રના રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. એમ. એ. મોરી તથા અમરેલી શહેર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે આરોપીને અમરેલી તાલુકા વિસ્તારના લીલીયા રોડ, દાદા ભગવાન મંદિર પાછળનાં ભાગેથી આ કામનો આરોપી યુવરાજ ઉર્ફે શીવકુ બાબુભાઈ મકવાણા છૂપાયેલ હોવાની હકિકત આધારે મજકૂર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધેલ છે.
પાસા તળે અટકાયત
જે અંતર્ગત, સા.કુંડલાનાં બુટલેગર અલ્પેશ ઉર્ફે આલકુ બાવચંદભાઈ ઉનાવા, (ઉ.વ. રપ) રાજુલાનાં ભેરાઈનાં મેહુલ ઉર્ફે દુડી વાઘેલા (ઉ.વ. ર1) ધારીનાં દલખાણીયાનાં શબ્બીર ઉર્ફે શબ્બુ નાયા (ઉ.વ.3ર) વિરૂઘ્ધ 10 ગુન્હાઓ નોંધાયા બાદ જિલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓકનાં પાસા વોરંટનાં આધારે તમામ 3 શખ્સોને અમદાવાદ, સુરત અને વડોદરા જેલ હવાલે એલસીબીએ કર્યા છે.
મહિલા પર નિલજર્જ હુમલો
અમરેલી તાલુકાનાં લાપાળીયા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં શહેનાઝબેન સાહીલભાઈ શમા નામનાં પરિણીતા શુક્રવારે રાત્રે પોતાના મકાનમાં સુતા હતા ત્યારે તે જ ગામે રહેતાં મહિલો ઉર્ફ મહેશ જીણાભાઈ અઘેરાએ તેણીનાં મકાનમાં પ્રવેશ કરી બાવડું પકડી લેતાં તેણીએ રાડારાડ કરતાં સામેવાળા શખ્સે ત્યાં પડેલ ઈંટ તેણીનાં માથેમારી ઈજા કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
રેતી ચોરી ઝડપાઇ
લીલીયા તાલુકાનાં હાથીગઢ ગામે રહેતાં આમીન હારૂનભાઈ સોલંકી નામનો ઈસમ શુક્રવારે સવારે હાથીગઢ ગામ પાસે આવેલ ગાંગડીયા નદીમાંથી રેતીની ચોરી કરી પોતાના હવાલાવાળા ટ્રેકટરમાં ભરી જાહેર મિલ્કતને નુકશાન પહોંચાડી પોતાના અંગત ઉપયોગ માટે રોયલ્ટી નહી ભરી તથા ટ્રેકટરનાં આર.ટી.ઓ.નાં સાધનિક કાગળો સાથે નહીં રાખી ચેકીંગ દરમિયાન રૂા.ર,પ1,1ર0 ના મુદ્યામાલ સાથે ઝડપાઈ જતાં પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Advertisement