પોરબંદરમાં રમેશભાઈ ધડુક માટે કેસરીયો માહોલ સર્જી દેતા લોકો

15 April 2019 02:07 PM
Porbandar
  • પોરબંદરમાં રમેશભાઈ ધડુક માટે કેસરીયો માહોલ સર્જી દેતા લોકો

ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુક સાંસદ તરીકે ફાઈનલ: માત્ર મતદાન બાકી!:રામનવમીની શોભાયાત્રાનો લાભ લીધો: કોઈના કામ કરવામાં પાછીપાની નહીં કરૂ:પૂ.રમેશભાઈ ઓઝાના આશિર્વાદ લીધા: નવાપરા, જાખરલા ગામે પણ આવકાર:રાણાવાવ, કુતિયાણા, ધોરાજી, જેતપુર, ગોંડલ, ઉપલેટા, કંડોરણા, માણાવદરમાં લોક સંપર્ક

Advertisement

ગોંડલ તા.15
પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકનો ચૂંટણી પ્રચાર સમગ્ર પોરબંદર મત વિસ્તાર તથા સાત વિધાનસભા મત વિસ્તારમાં ભારે જન સમર્થન સાથે વેગવંતો બન્યો છે. હવે ચૂંટણીને આડે માત્ર આઠ દિવસ બાકી છે ત્યારે આ લોકસભા વિસ્તારમાં જબરી લોકચાહના ધરાવતા તેમજ સમસ્ત સમાજના આગેવાન તથા અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુકને સમસ્ત સમાજના લોકો તથા અગ્રણીઓ દ્વારા ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.
એક જ અવાજે લોકોએ જણાવી દીધેલ છે કે રમેશભાઈ ધડુક સાંસદ બની ચૂકયા છે આ વિસ્તારના હવે માત્ર લોકશાહીની પરંપરા મુજબ મતદાન કરવાનું જ બાકી છે. ત્યારે સમગ્ર વિસ્તારના લોકોએ પોરબંદરથી રમેશભાઈ ધડુકના નામનું કમળનું ફુલ દિલ્હી પહોંચાડવાનું મન મનાવી લીધેલ છે તે સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.
ભાજપના સંનિષ્ઠ કાર્યકર તરીકે વર્ષોથી કાર્ય કરનાર અને ધાર્મિક, સામાજીક અને શૈક્ષણીક પ્રવૃતિમાં મોખરે રહેનાર રમેશભાઈ ધડુક પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા ત્યારથી જ સમગ્ર લોકસભા મત વિસ્તારમાં પ્રચંડ જન સમર્થન સાથે વિજયની લહેર આ વિસ્તારમાં જોવા મળી રહેલ છે. ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુક પણ કહે છે કે ધાર્મિક, સામાજીક અને રાજકીય ક્ષેત્ર વર્ષોથી કાર્યરત રહ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જે વિશ્ર્વાસ મુકી ભાજપના ઉમેદવાર તરીકે રમેશભાઈ ધડુકની પસંદગી કરી છે. ત્યારે રમેશભાઈ ધડુક જણાવે છે કે હવા મારી જવાબદારી વધી ગયેલ છે. રમેશભાઈ ધડુકે જણાવ્યા અનુસાર હું કોઈ ખોટા વચનો નથી આપતો પરંતુ ખેડુત હોય કે સમાજનો નાનામા નાનો માણસ હોય તેની સમસ્યા રૂપ કોઈપણ બાબતમાં પાછીપાની નહીં કરૂં તેની ખાતરી આપું છું.
તા.14/4ને રવિવારના રોજ રામનવમી નિમિતે પોરબંદર ખાતે શોભાયાત્રાનો કાર્યક્રમ પોરબંદર વિસ્તારના લોકો દ્વારા યોજાયેલ હતો. જેમાં રમેશભાઈ ધડુકે આ શોભાયાત્રામાં જોડાઈને લાભ લીધેલ હતો ત્યારે સમગ્ર પોરબંદર વિસ્તારમાંથી રમેશભાઈ ધડુકને જબરૂ જનસમર્થન મળેલ હતું. સાથે સાથે પોરબંદર વિસ્તારના તેમજ સમગ્ર વિશ્ર્વમાં પૂજય ભાઈ રમેશભાઈ ઓઝા સાથે ધડુકે આશિર્વચન મુલાકાત લીધી હતી. ત્યારે વાતાવરણ ભાવુક બનવા પામેલ હતું.
પોરબંદર વિસ્તારમાં મેર સમાજ સહિત તમામ સમાજના લોકોએ ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકને જંગી બહુમતીથી ચુંટી કાઢવાનો કોલ આપેલ હતો. તેમજ નવાપરા ગામ શિવશકિત આશ્રમમાં શિવપુરાણ કથામાં વ્યાસપીઠ પરથી આશીર્વાદ ધડુકે પ્રાપ્ત કર્યા હતા. જાખરલા ગામમાં ખુંટી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પોરબંદરમાં આવેલ પુ.પા.ગૌ.108 શ્રી વસંતબાપાના આશીર્વાદ પ્રાપ્ત કરતા રમેશભાઈ ધડુકે વિવિધ ધાર્મીક જગ્યાઓ તેમજ ધાર્મિક મહોત્સવમાં ભાગ લઈ ધન્યતા અનુભવેલી હતી.


Advertisement