પેસેન્જર રિક્ષામાં મુસાફરોને લૂંટી લંતી તસ્કર બેલડી ઝડપાતા રિમાન્ડની તૈયારી

15 April 2019 01:46 PM
Bhavnagar
  • પેસેન્જર રિક્ષામાં મુસાફરોને લૂંટી લંતી
તસ્કર બેલડી ઝડપાતા રિમાન્ડની તૈયારી

ભાવનગરમાં "મધુ વલ્લભ” ગેંગના સાગરિતોએ કરી કબુલાત

Advertisement

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.1પ
ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરએ ખાસ ઝુંબેશ હાથ ધરેલ છે.
ગઇકાલે ફરિયાદી સમીરભાઇ આરીફભાઇ ધાનાણી જાતે.મેમણ ઉ.વ.25 રહે. પુંજા પાદર ગામ તા.લીલીયા જી.અમરેલીવાળાઓ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ જાહેર કરી હતી કે, પોતે સર ટી હોસ્પીટલ ખાતેથી પેસેન્જર રિક્ષામાં બેઠેલ અને રિક્ષામાં અન્ય મુસાફરો પણ હતા અને વાઘાવાડી રોડ ઉપર ઉતરેલ તે દરમ્યાન રિક્ષામાં પોતાનું ખિસ્સુ કપાયેલ અને રોક્ડ રૂપિયા 17,000/- ગાયબ હતા આમ ચાલુ રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલ ખિસ્સા કાતરૂએ પોતાનું ખિસ્સુ કાપી રોકડ રૂપિયા 17,000/- ચોરી કરી લીધા અંગે ફરિયાદ હકિકત જાહેર કરેલ હતી. સદર ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ ની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલને બાતમી હકિકત મળેલ કે, લોકોને પેસેન્જર તરીકે બેસાડી મુસાફરોના ખિસ્સા કાપતી ગેંગના માણસો હાલ એસ.ટી. બસ સ્ટેશન બહાર રિક્ષા નંબર જીજે 25 ઝેડ 371 સાથે હાજર છે જે હકિકત આધારે તપાસ કરતા બાતમીવાળી રિક્ષા સાથે બે ઇસમો (1) પ્રવિણભાઇ ભીખાભાઇ પરમાર ઉ.વ.29 રહેવાસી કુંભારવાડા મોક્ષમંદિર પાછળ મફતનગર ભાવનગર (રિક્ષા ચાલક) (2) મધુભાઇ વલ્લભભાઇ સગર ઉ.વ.55 રહેવાસી દેવજી ભગતની ધર્મશાળા પાસે વડવા સગરનો ડેલો ભાવનગર ( કુખ્યાત ખિસ્સા કાતરૂ ) વાળાઓને ઝડપી પાડેલ હતા અને બંન્ને પાસેથી રોકડ રૂપિયા 17,000/- કબ્જે કરવામાં આવેલ છે અને ગુન્હામાં વાપરેલ રિક્ષા નંબર જીજે 25 ઝેડ 371 કિ.રૂ. 30,000/- ની કબ્જે કરવામાં આવેલ છે. મજકુર બંન્ને આરોપીઓ સદર ગુન્હો કરેલ હોવાની કબુલાત આપેલ છે.


Advertisement