સોસાયટી વોટર્સનું વોટસએપ ગ્રુપ: ફલોટીંગ વોટર્સની જવાબદારી કમીટેડને

15 April 2019 01:44 PM
Gujarat
  • સોસાયટી વોટર્સનું વોટસએપ ગ્રુપ:
ફલોટીંગ વોટર્સની જવાબદારી કમીટેડને

સમાચાર: જીજ્ઞેશ મેવાણી ગુજરાત આવે છે.:આ ચૂંટણીમાં ડેટા-સેન્ટરની મહત્વની ભુમિકા

Advertisement

મથુરા: બોલીવુડની ડ્રીમગર્લ હેમામાલીની ફરી એક વખત સાંસદ બનવા માટે મથુરાથી ચૂંટણી લડી રહ્યા છે અને હવે તેના પ્રચારમાં બોલીવુડના ગરમ-ધરમ હેમા પતિ-ધર્મેન્દ્ર પણ જોડાયા છે.
એક સમયની રૂપેરી પડદા પરની આ હીટ જોડી હવે ચૂંટણી પ્રચારમાં પણ હીટ સાબીત થવા જઈ રહી છે.હેમાએ અહી ચૂંટણી પ્રચારમાં ખેતરમાં ઘઉં વાઢયા હતા અને ટ્રેકટર પણ ચલાવ્યું હતું તો ધર્મેન્દ્રએ શોલે સ્ટાઈલથી પ્રચાર શરૂ કર્યો છે. અને તેણે હેમામાલીનીને મત આપવાની અપીલ કરતાં કહ્યું કે ગાવવાલો, બસંતી કો અગર વોટ નહી દીધા તો ચડ જાઉંગા પાની કી ટંકી પર જોકે પછી સ્યુસાઈડ-સ્યુસાઈડની બુમ ન પાડી તેણે તુર્તજ કહ્યું કે ફિલ્મમાં હું ધર્મેન્દ્ર છું.પરંતુ અસલી જીંદગીમાં ધરતીપુત્ર અને ખેડુત ચૌધરી ધર્મેન્દ્રસિંઘ છું 84 વર્ષિય ધર્મેન્દ્ર અને હેમામાલીની જબરૂ ક્રાઉડ ભેગુ કરી રહ્યા છે. તેણે દાવો કર્યો કે મે ખેતરમાં હળ ચલાવ્યા છે અને છાયડા નીચે ભોજન લીધું છે હું તમારા જેવો જ ખેડુત છું. ધર્મેન્દ્ર અગાઉ બીકાનેર લોકસભા બેઠક જીતી ગયા હતા.
પણ ફરી ચૂંટણી લડી નથી. અહી ખેડુતોનો ગુસ્સો છે ધર્મેન્દ્ર તેને શાંત પાડવા કોશીશ કરીને કહ્યું કે તમારો ગુસ્સો સમજી શકું છું પણ તમારે સમજવુ જોઈએ કે બધી માંગણી સ્વીકારી શકાતી નથી.
જીજ્ઞેશ મેવાણી કયાં છે?
ગુજરાતમાં વડગામનાં એંગ્રીયંગમેન જેવા અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કયાં છે? ગુજરાતમાં ચૂંટણી, જંગ જામ્યો છે તે સામે તેની ગેરહાજરીની ચર્ચા છે અને તે હાલ છેક બિહારમાં બેગુસરાઈમાં તેના ખાસ મિત્ર અને ડાબેરી ઉમેદવાર કનૈયાકુમાર માટે પ્રચારમાં વ્યસ્ત છે જોકે તેણે ટવીટ કરીને તા.23 ના મતદાનના ચાર દિવસ પુર્વે ગુજરાતમાં આવી જવાનું વચન આપ્યું છે.
સોસાયટી-પ્રચારના બદલે વોટસએપ ગ્રુપ
આ ચૂંટણીમાં દરેક મતદારો સુધી પહોંચવુ કોઈપણ રાજકીય પક્ષ માટે અઘરૂ બની ગયુ છે. ભાજપ એ વિશ્ર્વનો સૌથી મોટો રાજકીય પક્ષ છે તેણે પેઈજ પ્રમુખ સુધીની વ્યવસ્થા કરી હતી.અને 25-50 મતદારો પર અને 2-3 કાર્યકતાઓને કેન્દ્રીત કર્યા વિના દરેક સોસાયટીમાં પક્ષની બેઠકો યોજાતીહતી પણ હવે કદાચ આ ચૂંટણીમાં ભારે તડકાનાં કારણે શકય નથી પણ આ બધુ વોટસએપ પર આવી ગયુ છે. પેઈજ-પ્રમુખ કે સોસાયટીનાં ઈન્ચાર્જ પણ વોટસએપ ગ્રુપ બનાવી તેના પર જ પ્રચારનો મારો ચલાવે છે. લોકોએ ચૂંટણી સભામાં પણ જવાનો રસ ધરાવતા નથી પણ વોટસએપ જોવાનું ચુકતા પણ નથી. ભાજપે વોટસએપ ગ્રુપમાં પણ કમીટેડ વોટર્સનું અલગ ગ્રુપ બનાવ્યું છે અને તેઓને આસપાસનાં નોન કમીટેડ કે ફલોરીંગ વોટર્સને ફોલો કરવાની જવાબદારી સંભાળે છે ભાજપનો વોટસએપ ડેટા સેન્ટર જેવો છે જે રાજયભરમાં પણ પ્રકારની કામગીરી કરી આપે,છે.


Advertisement