ગોંડલના ઘોઘાવદર ગામે પુષ્ટિ સત્સંગ શિબીર સંપન્ન

15 April 2019 01:35 PM
Gondal

મનોરથ અને દર્શનનો ભાવીકોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો

Advertisement

ગોંડલ તા.15
ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે તા.8થી 10 માર્ચ દરમ્યાન પુષ્ટિમાર્ગીય આચાર્ય પુ.પા. 108 રૂચિરકુમાર મહોદય રાજકોટ ગોંડલ વાળાના સ્વમુખે મહાપ્રભુની રચીત ષોડસગ્રંથના હાર્દસમા મધુરાષ્ટકમ ગ્રંથ ઉપર અલૌકિક વચનામૃત સાથે ગામના તેમજ આજુબાજુના ગામની વલ્લભીય સૃષ્ટિને રસમય શૈલીમા પ્રભુના સુંદર સ્વરૂપ, વર્ણન તેમજ શ્રીકૃષ્ણ સેવા સ્મરણ ભગવાન શ્રીકૃષ્ણના આશ્રયની સાફલીયાતા ઉપર ભાર મુકી પ્રભુસેવા, ગ્રંથવાંચન, કથારસનું અવગાહન કરી નિજધર્મ, નિજકર્મ શું છે તે જીવનમાં હંમેશા યાદ રાખી ખોટા લૌકીક પ્રપંચો અંધશ્રધ્ધાથી દુર રહી જીવન જીવવાની ઉપસ્થિત ભાવિકોને આશિર્વાદ સાથે શીખ આપેલ હતી.
આ શિબિર સાથે ઠાકોરજીના પલનાનંદ મહોત્સવ, રાસના કાર્યક્રમો હર્ષોલ્લાસ સાથે યોજી અલૌકીક મનોરથ અને દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન ઘોઘાવદરના વલ્લભ ફાઉન્ડેશનના નવયુવાનો તથા વૈષ્ણવસમાજ દ્વારા મહાપ્રભુજીના પ્રાગટય ઉત્સવના ઉપલક્ષમાં કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું સંચાલન વિઠ્ઠલભાઈ ધડુકે સંભાળેલ હતું.


Advertisement