બાબરામાં વી.અેમ.પી.-ગ્રામજનોઅે રામનામ ઉજવી; ભવ્ય શોભાયાત્રા યોજાઈ

15 April 2019 01:35 PM
Amreli
  • બાબરામાં વી.અેમ.પી.-ગ્રામજનોઅે રામનામ ઉજવી; ભવ્ય શોભાયાત્રા યોજાઈ

રાજમાગોૅ પર ધજા-પતાકા-કમાનના શણગાર

Advertisement

(તસવીર : સુભાષ મંડિર) બાબરા તા. ૧પ બાબરા વિશ્ર્વ હિન્દુ પરીષદ તેમજ સમસ્ત ગ્રામજનો દ્રારા સમગ્ર હિન્દુ સમાજના અારાઘ્યદેવ મયાૅદા પુુરૂષોતમ ભગવાન શ્રી રામના પ્રાગટયદિન 'રામ નવમી'ના હષોૅરુઉલ્લાસભેર ઉજવણી કરવામાં અાવેલ હતી.શોભાયાત્રાને વધાવવા લોકો પણ હૈયાનાં હેત સાથે ઉમટી પડયા હતા. હિન્દુ સમાજના પે્રરણા સ્ત્રોત્ર સમા ભગવાન શ્રી રામના જન્મોત્સવના ઉજવણીના ભાગરૂપે અહિ અાવેલ મોટા રામજી મંદિરે સવારે રામચંદ્રજીનું પુજનરુઅચૅન, મહાઅારતી બાદ પંજરીપ્રસાદ વિતરણ કરવામાં અાવેલ, ત્યારબાદ તાપડીયા અાશ્રમના મહંત ઘનશ્યામદાસ બાપુ તેમજ રામજી મંદિરના મહંત દેવકીનંદનદાસજીના વરદ હસ્તે અહિ (મોટા રામજીમંદિરે)થી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં અાવેલ હતુ. બાબરાના જાણીતા વિસ્તારોમાં થઈ અંતે તાપડીયા અાશ્રમ પહોંચી હતી. અા શોભાયાત્રા નાસિક ઢોલના અંદાજે પ૦ જેટલા સ્ત્રીરુપુરૂષ ઢોલીયાઅોઅે ઝાલરરુનગરા સાથે પોતાનું પ્રદશન રજૂ કરેલ, જે લોકોમાં ખાસ અાકષૅણનું કેન્દ્ર બનેલ હતુ. કેસરીયા સાફામાં 'રામ' ભકતો ડી.જે.ના તાલે ઝૂમી ઉઠયા હતા અને 'જય જય શ્રી રામ'ના ગગનભેદી નારા લગાવતા નજરે પડયા હતા. બાબરા રુ લાઠી રુ દામનગર વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર, ન.પા. પ્રમુખ વનરાજભાઈ વાળા, ગોપાલભાઈ વસ્તરપરા (ચમારડી), શહેરના રાજકીય, સામાજીક અાગેવાનો, ઉત્સાહી યુવાનો લોકો તેમજ જીવદયા પરીવારના સભ્યો, વિશ્ર્વ હિન્દુ પરીષદના સભ્યોની સાથો સાથ ધમૅપે્રમી જનતા પણ અા રથયાત્રામાં જાેડાયા હતા. અહિની પોલીસ દ્રારા પણ પુરતો બંદોબસ્ત અાપવામાં અાવેલ હતો.


Advertisement