સૌરાષ્ટ્રના સમાચાર

15 April 2019 01:23 PM
Saurashtra
Advertisement

સાવરકુંડલા શહેરમાં રામનવમીની વિશાળ શોભાયાત્રા
સાવરકુંડલા શહેરમાં લોકો દ્વારા છેલ્લા એક માસથી રામ જન્મોત્સવની શોભાયાત્રા લઈને સમગ્ર શહેરમાં કેસરીયો માહોલ કરવામાં આવ્યો હતો અને શોભાયાત્રાના રૂટ પર લાઈટીંગ, ધજા પતાકા, બેનરો દ્વારા શહેરને શણગારવામાં આવ્યું હતું. આજરોજ રામનવમીના પાવન અવસર પર વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેમાં ડીજે, ટ્રેકટરો, રથ સાથે અલગ અલગ વિસ્તારમાં લોકો દ્વારા ભગવાનની ઝાંખી કરાવતા અવનવા ફલોટ અને કુદરતી દ્દશ્યો બનાવામાં આવ્યા હતા. આ શોભાયાત્રા નિહાળવા સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સલાયામાં ડો. આંબેડકર જયંતિની ઉજવણી
સલાયાના વણકરવાસમાં આજરોજ સવારે 11 વાગ્યે ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિની આસ્થા પૂર્વક ઉજવણી કરવામાં આવેલી. આ ઉજવણીમાં સલાયા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જીવા ખેરા પરમાર તથા રમેશભાઈ ચૌહાણ તથા વેપારી મંડળ પ્રમુખભરત લાલ મીત્ર મંડળ સાથે હાજર રહેલા. આ પ્રસંગે બાળકોને મીઠાઈની વહેચણી કરવામાં આવેલી. (તસ્વીર: આનંદ લાલ)
વડીયાના દેવળકી ગામે શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
વડીયા તાલુકાના દેવળકી ગામે શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે એવમ એકવીસકુંડ મહાયજ્ઞ વિશ્ર્વકલ્યાણાર્થે યોજાશે આ કાર્યક્રમ તા.17/4થી તા.19/4 સુધી સતત ત્રણ દિવસ સુધી યોજાશે.મંદિરના મહંત પૂ.વલ્લભદાસબાપુના જણાવ્યા મુજબ તા.17ના રોજ નગરયાત્રા તેમજ રાત્રીના સમયે ભવ્ય સંતવાણી યોજાશે.]
ગોંડલના સમસ્ત વાણંદ પરિવાર દ્વારા માતાજીનો યજ્ઞ
ગોંડલ સમસ્ત વાણંદ જ્ઞાતિ તેમજ એડહોક કમિટી દ્વારા આજે સવારે શ્રી લીમ્બચ માતાજીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શ્રી લિમ્બચ માતાજીના મંદિર ભોજરાજપરાથી શોભાયાત્રા નીકળી હતી અને ઉદ્યોગનગર કોમ્યુનિટી હોલ ત્રણ ખુણીયા પાસે બપોરના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
જસદણમાં પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બદલો..!
જસદણમાં વર્ષોથી એક જ પાણીનો ફીલ્ટર પ્લાન્ટ કાર્યરત છે. ભૂતકાળમાં અનેક વિવાદમાં રહેલો પ્લાન્ટ જોઈએ તેવું કામ આપતો નથી ત્યારે પાણીનો સોર્સને આવતા વર્ષોમાં ધ્યાને રાખી પાણીનો આધુનિક પ્લાન્ટ સ્થાપવોજ જરૂરી છે. (તસ્વીર: હિતેષ ગોસાઈ)

આટકોટમાં ડો બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભાવભેર ઉજવણી
જસદણના આટકોટ ગામે ડો બાબાસાહેબ આંબેડકરની ઉજવણી રવિવારે ભાવભેર કરવામાં આવી હતી આ અવસરે આટકોટ દલિત સમાજના યુવા આગેવાન વિજયભાઈ ધમલ અને સમાજના અન્ય આગેવાનોએ ભેગા મળી આ જન્મજયંતિએ અનેકવિધ કાર્યક્રમો યોજી ડો બાબાસાહેબને ગર્વભેર યાદ કર્યા હતા.
ગોંડલમાં આંબેડકર જયંતી ઉજવાઇ
બંધારણ નાં ઘડવૈયા ડો.આંબેડકર સાહેબ ની 128 મી જન્મજયંતિ નિમિત્તે શહેર તાલુકા સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા ભગવતપરા આંબેડકર નગર થી મહારેલી પ્રસ્થાન થઇ હોસ્પિટલ ચોક થી માંડવીચોક થઇ ખટારાસ્ટેન્ડ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા એ પંહોચી ભાવ વંદના કરી હતી.માગઁ માં સરદાર પટેલ,પુ.રામગરબાપુ સહીતની પ્રતિમાઓ ની પણ ભાવ વંદના કરાઈ હતી.
ગોંડલમાં રામજી મંદિરે ધર્મ ઉત્સવ
અત્રે નાં કાશીવિશ્ર્વનાથ રોડ ઉપર આવેલ સુ પ્રસિધ્ધ રામજી મંદીર ખાતે રામનવમી નિમિત્તે મહામંડલેશ્ર્વર સદગુરુ દેવ પુ.હરીચરણદાસજી ની અધ્યક્ષતા માં શ્રી રામજન્મોત્સવ નું આયોજન કરાયું છે.જેમાં રામચરિત માનસ સમુહ પાઠ તથાં લઘુ રામ યજ્ઞ નું આયોજન કરાયું છે સમુહ પાઠ પ્રખર રામાયણી શ્રી શ્યામસુંદરજી મહારાજ સંગીતમય પાઠ કરાવશે.આ નિમિત્તે સત્યસંગ કિતઁન ભંડારા તથાં ભોજન પ્રસાદ નું આયોજન કરાયું છે.
માંડણ આશ્રમે હનુમાન જયંતી ઉજવાશે
માંડણ આશ્રમ ખાતે હનુમાન જયંતી ઉત્સવ ગોંડલના માંડણ આશ્રમ ખાતે તા.19/4/19ના શુક્રવારના રોજ હનુમાન જયંતી ઉજવાશે. બ્રહ્મલીન પ.પૂ.બ્રહ્મર્ષિ બચુઅદા સ્થાપિત માંડણ આશ્રમમાં હનુમાન જયંતી ઉત્સવમાં વિશાળ સમુદાયમાં ભાવિક ભકતજનો અને સેવકોની ઉપસ્થિતિમાં આ ઉત્સવ એક અનેરો ભવ્ય ઉત્સવ મહોત્સવ બની રહેશે તો આ ઉત્સવનો લાભ લેવા ભરત અદા(પૂ.ભાઇજી) નિમંત્રણ પાઠવેલ છે. મહાપ્રસાદ સવારે 10 થી 1 કલાકે રાત્રીના કોઇપણ કાર્યક્રમ રાખેલ નથી શ્રી મણિધર હનુમાનજી આશ્રમ માંડણ કુંડલા
ધારીના શિક્ષક પુત્રનો રમત-ગમતમાં શ્રેષ્ઠ દેખાવ
ધારીનાં શિક્ષકશ્રી ઉત્પલભાઇ દવેનાં પુત્ર શિવમ દવે જે અમરેલી સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તેઓએ રસ્સા ખેંચ-કબડ્ડી તેમજ ગોળાફેંક-ચક્રફેંક જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉર્તિણ થઇ મંડળ મેળવેલ છે. આમ શિવમ શાળાનું તથા ધારી ગામનું પણ ગૌરવ વધારેલ છે. શાળાનાં સંચાલક દિપકભાઇ વઘાસીયાનું પણ સુંદર માર્ગદર્શન મળેલ છે.


Advertisement