કરૂણાની ભાષા

15 April 2019 01:21 PM
Dharmik
Advertisement

અેક વનમાં અેક ઋષિ તેમના શિષ્ય પારંગત સાથે રહેતા હતા. તે અેક અાજ્ઞાકારી શિષ્ય હતો. અેક વખતે ઋષિઅે તેમને બોલાવીને કહ્યુંરુ 'વત્સ, તું ઘણા સમયથી મારી સેવા કરી રહયો છે, તે દરમિયાન જે મારી પાસે જ્ઞાન હતું તે બધું મે તને શીખવ્યું છે. હું તો ઘણા સમયથી અા અાશ્રમમાં રહયો તેથી માત્ર બે જ ભાષા શીખી રહ્યો. પરંતુ હંુ ઈચ્છુ છુ કે રુ 'તું અનેક સ્થાનો પર ભ્રમણ પર જઈને બીજી અનેક ભાષાઅો શીખીને અાવ.'' અાજ્ઞાકારી પારંગત તો નીકળી પડયો અને અનેક સ્થાનો પર ફરી લગભગ ૧૦ વષેૅ તે પાછો અમુક ધન પણ અેકઠું કયુૅ હતું તે લઈને અાવ્યો. જયારે તે અાશ્રમ પર પહોંચે છે તો જુઅે છે ગુરૂજી તો હવે મૃત્યુ શૈયા પર સૂતા છે અને શિષ્યની જ જાણે રાહ જોતા હતા. તે જોઈ શિષ્યને દુ:ખ તો થયું પરંતુ તેના ઉત્સાહમાં કોઈ કમી ન જણાઈ. ગુરૂજીને પ્રણામ કરી પોતાની વાત ઉપાડી' 'ગુરૂજી હવે અાપનો અા શિષ્ય પારંગત નથી રહયો પરંતુ ઘણુ શીખીને અાવ્યો છે.'' ગુરૂજી અે બધુ અે શાંતિથી સાંભળી પછી ટૂટતા અવાજે બોલે છેરુ વત્સ, પારંગત તું અાટલા બધા સ્થાન પર ફયોૅ તો ત્યાં તને કોઈ અેવી વ્યકિત જોવા મળી જે લાચારી હાલતમાં હોય છતાં પણ તે બીજાને મદદ કરતો રહયો હોય ? 'અેવા લોકો તો સંસારમાં મળ્યા હતા ગુરૂજી ! શિષ્યે ઉત્સાહથી જવાબ અાપ્યો. ગુરૂજીઅે પૂછયું, 'શું તેઅોના પ્રત્યે તારા મનમાં કોઈ સહાનુભૂતિ પ્રગટ થઈ હતી ? તેઅોને તે પ્રેમથી કાંઈ બે બોલ કહયા ?' અાવું સાંભળી પારંગતને તો શમિઁદગી અાવી. તેમણે ગુરૂજીના અાવા પ્રશ્ર્નની અાશા ન રાખી હતી. થોડીવાર અટકી શિષ્યને કહયું, 'ગુરૂજી, હું તો તમારી અાજ્ઞા પર હતો. મારી પાસે અેટલો સમય પણ ન હતો જે અેવું બધું હું કરુ. અાટલા વખતમાં મે ૧૦૦ ભાષામાં શીખી લીધી છે.' ગુરૂજીઅે કહયું, 'વત્સ, પ્રેમ, સહાનુભૂતિ અને કરૂણાની ભાષામાં તુ અપારંગત થયો છો, નહીં તો દુ:ખીઅોના દુ:ખથી તું મુખ ન ફેરવી લેત.' અેટલું જ નહી તને ગુરૂના અા અંતિમ ક્ષણોનું પણ ભાન નથી રહયું. તે મારી તબિયત વિશે અાવીને પૂછયુ પણ નહી.'' અામ ગુરૂજીઅે શરીર છોડયું અને શિષ્યને ભાન થયુુ. અા વાત અાપણને શીખવે છેરુ અાપણે સૌ અેક પરિવારના છીઅે, અેક પિતાની સંતાન છીઅે માટે સમય પર વિપતિ વખતે દુ:ખી વ્યકિતને મદદ કરવી અે અાપણી ફરજ છે. ભાષા, ભણતર, પ્રતિષ્ઠા કે હોદા કરતા મહાન છે. કરૂણાની ભાષા જે અાપણને સૌને અાવડતી હોવી જોઈઅે.


Advertisement