સીઝનની પહેલી જીત મેળવનાર બેંગ્લોર અાજે મુંબઈની પાટીૅ બગાડી શકે

15 April 2019 01:20 PM
Sports
  • સીઝનની પહેલી જીત મેળવનાર બેંગ્લોર અાજે મુંબઈની પાટીૅ બગાડી શકે

બુમરાહ અને પંડયા બ્રધસેૅ કોહલી-અેબીની જોડીને કંટ્રોલ કરવી પડશે

Advertisement

મુંબઈ : પંજાબને ૮ વિકેટથી હરાવીને અા સીઝનની પહેલી જીત મેળવનાર વિરાટ કોહલીની કેપ્ટન્સીવાળી બેંગ્લોરની ટીમ અાત્મવિશ્ર્વાસ સાથે મુંબઈ સામે જીત મેળવવાનો પ્રયાસ કરશે. બેંગ્લોરે પ્લેરુઅોફમાં પહોંચવા હવે દરેક મેચ જીતવી અનિવાયૅ છે. પંજાબ સામેની જીતમાં કેપ્ટન કોહલીઅે ૬૭ અને અેબી ડિવિલિયસેૅ નોટઅાઉટ પ૯ રન બનાવ્યા હતા. અા બંને વચ્ચે ૮પ રનની કિંમતી પાટૅનરશીપ થઈ હતી. મુંબઈનો રાજસ્થાન સામે શનિવારે ૪ વિકેટથી પરાજય થયો હતો જેમંા જોશ બટલરે ૪૩ બોલમાં ૮૯ રન બનાવ્યા હતા. મુંબઈના અોપનરો રોહિત શમાૅ અને કિવન્ટન ડી કોકે ૧૦.પ અોવરમાં ૯૬ રનની પાટૅનરશીપ કરી હતી, તેમ છતાં તઅો ર૦૦ના ફિગરને ક્રોસ કરવામાં નિષ્ફળ રહયા હતા. યોકૅર સ્પેશ્યાલિસ્ટ જસપ્રીત બુમરાહે અને હાદિૅક અને કૃણાલ પંડયાઅે ઈનરુફોમૅ કોહલી અને અેબી ડિવિલિયસૅને વહેલા અાઉટ કરવા પડશે.


Advertisement