બીજિંગ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ થઈ ઝીરો

15 April 2019 01:17 PM
Entertainment
  • બીજિંગ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ થઈ ઝીરો

Advertisement

બીજિંગ: 'ઝીરો'ના ડિરેકટર અાનંદ અેલ. રાયનંુ કહેવંુ છે કે તેમના માટે અા ફિલ્મ સ્પેશ્યલ છે. અા ફિલ્મને લોકો તરફથી સારો પ્રતિસાદ નહોતો મળ્યો. બીજિંગ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અા ફિલ્મને કલોઝિંગ ફિલ્મ તરીકે પસંદ કરવામાં અાવી છે. અા ફેસ્ટિવલ ૧૩ અેપ્રિલથી ર૦ અેપ્રિલ સુધી અાયોજીત કરવામાં અાવ્યો છે. ચીન અને ભારતીય સિનેમા પરસ્પર તાલમેલ જાળવીને સહયોગ વધારે અને કામ કરવાની લોકોને તક વધુ મળે અે માટે શાહરુખ ખાન વાત કરતો જોવા મળશે. 'ઝીરો' વિશે અાનંદ અેલ. રાયે કહયંુ હતંુ કે 'હું ખૂબ ખુશ છંુ કે 'ઝીરો' બીજિંગ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કલોઝિંગ ફિલ્મ તરીકે પસંદગી પામી છે. અા ફિલ્મ અમારા માટે ખૂબ સ્પેશ્યલ છે. અા ન્યૂઝ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. અાશા રાખંુ છું કે ત્યાંના લોકો અા ફિલ્મને જરૂર અેન્જાૅય કરશે.'


Advertisement