આઝમખાનના જયાપ્રદા વિશે વિવાદીત બોલ: રાજકીય હોબાળો

15 April 2019 12:48 PM
India
  • આઝમખાનના જયાપ્રદા વિશે
વિવાદીત બોલ: રાજકીય હોબાળો

ભીષ્મ પિતામહની ભુલ મુલાયમ ન કરે: સુષ્માની સલાહ

Advertisement

લખનઉ તા.15
સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાને પોતે ફીલ્મ એકટર અને ભાજપના રામપુર લોકસભા બેઠકના પ્રતિસ્પર્ધી જયાપ્રદાન સામે કોઈ વાંધાજનક ટિપ્પણી કર્યાનો ઈન્કાર કર્યો છે.
જયાપ્રદા સામે આઝમખાને એક રેલીમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યાનો આક્ષેપ છે. રવિવારે તેમણે એવુ જણાવ્યું હતું કે હું તેને રામપુર લાવ્યો હતો. મેં કોઈને તેમના શરીરને સ્પર્શવા દીધા નહોતા, એના તમે સાક્ષી છો. તે ખાખી અન્ડરવેર પહેરે છે તેની મને 17 દિવસમાં ખબર પડી ગઈ હતી, પણ તમને 17 વર્ષ પછી તેના અસ્લી ચહેરાની ખબર પડી છે. પોતે કોઈનું નામ લીધું નહોતું તેવો દાવો કરી આઝમખાને જણાવ્યું હતું કે જો હું દોષીત ઠરું તો મારું ઉમેદવારીપત્ર હું પાછું ખેંચી લઈશ.
ખાને એક સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે હું મારી સાથે 150 રાઈફલ લાવ્યો છું અને આઝમને જોવામાં આવ્યો તો ઠાર મારશે એવું કહેનાર એક શખ્સના સંદર્ભમાં પોતે આવું બોલ્યાનું આઝમે જણાવ્યું હતું. મારા નેતાઓએ પર ભુલ કરી હતી. હવે છતું થયું છે કે તે આરએસએસનું પેન્ટ પહેરે છે. ચડી પુરુષો પહેરતા હોય છે.
તેમણે પોતાની કોમેન્ટનું ખોયું અર્થઘટન કરવા માટે મડીયાને જવાબદાર ઠેરવ્યું હતું.
દરમિયાન અખિલેશ યાદવની હાજરીમાં આઝમખાને જયાપ્રદાનું નામ લીધા વિના જે કંઈ કહ્યું છે એ બદલ તેમની ભારે ટીકા થઈ રહી છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે દ્રૌપદીના ચીરહરણ સાથે તુલના કરતા મુલાયમસિંહ યાદવને જણાવ્યું છે કે તે ભીષ્મ પિતામહના મૌન જેવી ભુલ ન કરે.
સુષ્મા સ્વરાજે પર પોતાની ટવીટમાં અખિલેશ યાદવ, જયા ભાદુરી અને ડિમ્પલ યાદવને પણ ટેગ કર્યો છે.


Advertisement