ભાજપની તરફેણમાં નિયમો નેવે મુકનારા વિવાદાસ્પદ અધિકારી ધવલ જાનીની બદલી

15 April 2019 12:47 PM
India
  • ભાજપની તરફેણમાં નિયમો નેવે મુકનારા વિવાદાસ્પદ અધિકારી ધવલ જાનીની બદલી

ધોળકાના પ્રાંત અધિકારી સામે પગલા લેતું ચૂંટણી પંચ

Advertisement

અમદાવાદ તા.15
2017ની ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણીની મતગણતરીમાં અનિયમિતતા કેસમાં ગુજરાત હાઈકોર્ટે પક્ષકાર બનાવેલ. ચૂંટણી પંચે ધોળકા બેઠકના રિટર્નિંગ ઓફીસર અને વિવાદાસ્પદ મહેસુલી સેવા અધિકારી ધવલ જાનીની બદલી કરી છે.
જાની સામે કોંગ્રેસના ઉમેદવાર અશ્ર્વિન રાઠોડ સામે 327 મતે જીતનાર ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મદદ કરવાનો આરોપ છે.
પરાજીત ઉમેદવારે રુપાણી સરકારના વરિષ્ઠ પ્રધાનનીચૂંટણી રદ કરાવવા હાઈકોર્ટમાં અરજી કરી છે અને તેની સુનાવણી દરમિયાન પોસ્ટલ બેલેટના રિવેરીફીકેશન અને રિકાઉન્ટીંગની પ્રક્રિયામાં વિસંગતતા જણાઈ અને નિયમોના ઉલ્લંઘનમાં કાઉન્ટીંગ રૂપમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થયાનું પણ જણાયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ જાનીની ટ્રાન્સફર રૂટીન નથી. ધોળકાના પ્રાંત અધિકારી તરીકે રવિવારે દૂર કરાયેલા જાનીને નવું પોસ્ટીંગ અપાયું નથી. જાનીએ અદાલતમાં પણ નિયમ ભંગ થયાનું સ્વીકાર્યું હતું.
ચૂંટણી પંચ જાનીને તેમના હોદા પરથી દૂર કરાયાની જાણ 16 એપ્રિલે કરશે. હાઈકોર્ટે આવતીકાલે આ કેસની ફરી સુનાવણી શરુ કરશે. જાનીના સ્થાને દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી ડીઈઓ આર.એમ.જલાંધરાની આસીસ્ટંટ રિટર્નિંગ ઓફીસર તરીકે નિમણુંક કરી છે.જાનીને હાલના પદ પરથી દૂર કરાયાની વાતને અમદાવાદ જીલ્લા કલેકયર વિક્રાંત પાંડેયએ સમર્થન આપ્યું હતું.
ધોળકા બેઠકના પરાજીત ઉમેદવાર અશ્ર્વિન રાઠોડે ચૂંટણી પંચને જાનીને દૂર કરવા માંગણી કરતો પત્ર લખ્યો હતો. ચૂંટણી પંચના નિર્ણય બાબતે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.


Advertisement