સૌથી શક્તિશાળી રોકેટની પ્રથમ પેઈડ ફલાઈટ સફળ: સ્પેસએકસની સિદ્ધિ

15 April 2019 12:22 PM
Astrology India
  • સૌથી શક્તિશાળી રોકેટની પ્રથમ પેઈડ ફલાઈટ સફળ: સ્પેસએકસની સિદ્ધિ

અત્યાર સુધી જુદા જુદા દેશોની સરકાર અવકાશમાં ઉપગ્રહો છોડતી હતી, અમેરિકામાં અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કએ પોતાના રોકેટ તૈયાર કર્યા છે. એ દ્વારા તે અમેરિકી લશ્કરના ઉપગ્રહો છોડવાના અબજો ડોલરના કોન્ટ્રેકટ મેળવવા માંગે છે. આ માટે તેણે પ્રથમ કોમર્સીયલ મિશન ફાલ્કન હેવી હાથ ધર્યુ હતું

Advertisement

ન્યુયોર્ક: વિશ્ર્વમાં સૌથી શક્તિશાળી કાર્યરત રોકેટ, સ્પેસ એકસના ‘ફાલ્કન હેવી’ એ ફલોરિડાથી પોતાનું પ્રથમ વ્યાપારીક મીશન શરુ કર્યુ હતું. અબજોના મિલીટ્રી કોન્ટ્રેકટ મેળવવાની દોડમાં સામેલ અબજોપતિ એલોન મસ્કની સ્પેસ કંપની માટે આવું ડેમોન્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
અગાઉ મસ્કના ચેરી રેડ ટેસ્લા રોડસ્ટરને 2018માં ડેબ્યુ ટેસ્ટ તરીકે છોડનાર 23 મજલા જેટલા ઉંચા હેવીએ ફલોરીડાના કેનેડી સ્પેસ સેકટર ખાતે પ્રથમ કસ્ટમર પેલોડ સાથે ઉડ્ડયન કર્યું હતું. એની 3 મીનીટ પછી ‘હેવી’ના બન્ને બાજુના બુસ્ટરો મુખ્ય રોકેટથી અલગ પડી કેપ કેનેવરલ એરફોર્સ સ્યેશન ખાતે એક સાથે લેન્ડ થયા હતા.
પેલોડને અવકાશમાં ધકેલ્યા પછી વચ્ચેનું બુસ્ટર 10 મીનીટ પછી સ્પેસ એકસના દરિયામાં ફરતા ડ્રોનશિપ પર સફળતાપૂર્વક ઉતર્યું હતું. 2018ના મિશનમાં હેવીનું મુખ્ય બુસ્ટર જહાજ પર ઉતરવાના બદલે એટલાન્ટીક મહાસાગરમાં તૂટી પડયું હતું.
મસ્કએ ટવીટર પર ટવીટ કરી જણાવ્યું હતું કે ફાલ્કન લેન્ડ થયું છે. ત્રણેય રોકેટ બુસ્ટર સફળતાપૂર્વક હાથ લાગતાં એને સુસજજ કરી ફાલ્કન હેવી મિશનમાં લશ્કરી અને સાયન્સ સેટેલાઈટ લઈ જવા ઉડ્ડયન બનશે.
બોઈંગ લોકહીડ વેન્ચર યુનાઈટેડ લોંચર એલાયન્સ અને જેફ બેઝોસના બ્લુ ઓરીજીન સાથેની હરીફાઈમાં ‘હેવી’ના નવા મીલીટ્રી સર્ટીફાઈડ ફાલ્કન 9 એન્જીનનું ગમન મહત્વનું હતું. મસ્કની સ્પેસએકસ અબજો રૂપિયાના લશ્કરી કોન્ટ્રેકટ મેળવવા અમેરિકી સ્પેસ મિશનનો ત્રીજો ભાગ મેળવવા આતુર હોવાથી એના માટે ‘હેવી’ મિશન સફળ રહે એ જરૂરી હતું.
સ્પેસ એકસ અને બોઈંગ નાસાના કોમર્સીયલ કાર્યક્રમ હેઠળ એક દસકામાં માણસને પહેલીવાર અવકાશમાં મોકલવા સ્પર્ધા કરી રહ્યા છે.


Advertisement