હિન્દી ફિલ્મોની ઘટના હકીકત બનશે?

15 April 2019 12:21 PM
India
  • હિન્દી ફિલ્મોની ઘટના હકીકત બનશે?

મગજ પર વીજળીનો હળવો ઝટકો વૃધ્ધોની યાદદાસ્ત સતેજ બનાવશે

Advertisement

બોસ્ટન તા.15
વય વધવાની સાથે તેમની યાદદાસ્ત કમજોર થઈ ગઈ છે. તેવા વૃધ્ધો માટે ખુશીના સમાચાર છે. મગજ પર એક નાનકડા પ્રહારથી બુઝુર્ગોની યાદદાસ્ત વધી શકે છે. આ થેરેપીમાં હળવો વિદ્યુત આંચકો તેમના મગજમાં પ્રવાહિત કરવાનો હોય છે. ત્યાર બાદ એક 60 વર્ષના બુઝુર્ગનું મગજ 20 વર્ષના એક યુવાન જેવું કામ કરવા લાગે છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ આ દિશામાં અધ્યયન બાદ આ દાવો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે બુઝુર્ગો વય વધવાની સાથે અલ્ઝાઈમર, મનોદંશ વગેરે બીમારીઓનો શિકાર બની જાય છે. આવી સ્થિતિમાં તેમના સામાન્ય કામો જેવા કે દવા ખાવી, બીલોની ચૂકવણી કરવી, સામાન ફરીદવો વગેરે ખૂબજ મુશ્કેલ બની જાય છે. તેઓ ભૂલી જતા હોય છે મોટી સમસ્યાઓ ઉભી થતી હોય છે.
અમેરિકાના બોસ્ટન વિશ્ર્વ વિદ્યાલયના સંશોધક રોબર્ટ રેનહાર્ટે જણાવ્યું હતું કે આ થેરાપીથી મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે. યોજનાનો ઉદેશ મસ્તકની કાર્યક્ષમતાને આગળ વધાવાનો છે. જેથી કોઈ કાર્ય સબંધી સૂચનાને જેથી કોઈપણ સંબંધી સૂચનાને મગજમાં સંગ્રહિત કરી શકાય અને યોજનાબધ્ધ રીતે સંગ્રહિત કરી કામોનો નિવેડો લાવી શકાય.


Advertisement