નવા નિયમ સામે આંખ આડા કાન કરવા બદલ ટ્રેન ચાલકો પર તવાઈ

15 April 2019 12:18 PM
India
  • નવા નિયમ સામે આંખ આડા કાન કરવા બદલ ટ્રેન ચાલકો પર તવાઈ

અકસ્માતો ઘટાડવા રેલવેએ પોઈન્ટ એન્ડ કોલીંગ નિયમ રેલવેએ લાગુ કરતા ટ્રેન ચાલકોમાં રોષ

Advertisement

નવી દિલ્હી તા.15
રેલવે બોર્ડે ટ્રેન ચલાવવાના નવા નિયમ સામે આંખ આડા કાન કરનાર 100થી વધુ ટ્રેન ચાલકો અને સહાયક ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે જેને કારણે ડ્રાઈવરોમાં રોષ પણ વ્યાપ્યો છે. રાજધાની શતાબ્દી તેમ મેલ એકસપ્રેસ ટ્રેન ચાલકોને પરજ મોકુફ કરીને ચાર્જશીટ તેમજ ઈન્ક્રીમેન્ટ પણ રોકી દેવામાં આવ્યા છે.
જાણકારોનું કહેવું છે કે રેલવે બોર્ડ સુરક્ષિત ટ્રેન ચલાવવા માટે ગત વર્ષે પોઈન્ટીંગ એન્ડ કોલીંગ સીસ્ટમ લાગુ કરી છે. જેમાં ટ્રેન ચાલક અને સહાયક ચાલકે સિગ્નલ તરફ હાથ ઉંચો કરવાની સાથે બોલવાનું હોય છેં. ગ્રીન સિગ્નલને એક ચાલક બોલેરા બીજો તેને દોહરાવશે. આનાથી એ નિશ્ર્ચિત થશે કે સિગ્નલ લીલુ હતું અને સિગ્નલ જોવામાં કોઈ ગરબડ નથી થઈ.
સૂત્રોએ જણાવ્યું હતું કે પોઈન્ટ એન્ડ કોલીંગ નિયમનું ખરી રીતે પાલન કહીં કરવાતી મોટા પ્રમાણમાં ડ્રાઈવરો પર તરવાઈ ઉતરી છે. કેટલાકનું ચાર્જશીટ તો કેટલાક ડ્રાઈવરોનું બે વર્ષ સુધી ઈન્ક્રીમેન્ટ રોકી દેવામાં આવ્યું.
રેલવેના આ સખ્ત વલણ સામે ટ્રેન ડ્રાઈવરોમાં ઘણો રોષ છે તેમનું કહેવું છે કે પ્રત્યેક એક કિલોમીટર પર સિગ્નલ હોય છે. 130 પ્રતિ કિલોમીટરની ગતિએ દોડતી ટ્રેનમાં દર 30 સેક્ધડે સિગ્નલ આપે છે. આવી સ્થિતિમાં અંદાજ લગાવી શકાય કે શું હાલત થાય.
ઉલ્લેખનીય છે કે વિશ્ર્વના બે દેશો ચીન અને જાપાનમાં ટ્રેન ચલાવવામાં પોઈન્ય એન્ડ કોલીંગનો નિયમ લાગુ પડે છે. ત્યારબાદ ભારતમાં લાગુ કરાયો.
જાપાનના અનુસાર ડ્રાઈવરોના સિગ્નલ તરફ હાથ ઉંચો કરીને ઈશારો કરીને બોલવાની સહ પ્રતિક્રિયાથી એમનુ મગજ, આંખો હાથ, કાન સક્રીય રહે છે અને ધ્યાન કેન્દ્રીત રહે છે. આનાથી 85 ટકા ભુલો ઓછી થાય છે. અલબત, બ્રિટનમાં આવો નિયમ નથી.
ઉપરોકત નિયમોના વિરોધમાં હસ્તાક્ષર અભિયાન ચાલી રહ્યું છે અને આ નિયમ હટાવવા રેલવે બોર્ડના અધિકારીઓ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે તેમ ડ્રાઈવર એસો.ના સંજય ગાંધીએ જણાવ્યું હતું.


Advertisement