મોદી સરકારમાં ઓટો, વપરાશી વસ્તુઓનું વેચાણ ઘટયું, પણ ટીવી-વોશિંગ મશીનની ખપત વધી

15 April 2019 12:17 PM
India
  • મોદી સરકારમાં ઓટો, વપરાશી વસ્તુઓનું વેચાણ ઘટયું, પણ ટીવી-વોશિંગ મશીનની ખપત વધી

યુપીએ સરકારમાં ગ્રામીણ રોજગારી કાર્યક્રમ અને બહેતર કૃષિ આવકના કારણે એફએમસીજી, કાર-ટુ-વ્હીલર ગરમ ભજીયાની જેમ ઉપડી જતા હતા

Advertisement

નવી દિલ્હી તા.12
નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ (એનપીએ) સરકારમાં કોંગ્રેસની યુપીએ સરકારની બીજી યર્મ કરતા રોજબરોજની કુતિયાણાની ચીજવસ્તુઓ તથા કાર અને ટુ-વ્હીલર જેવી ચીજવસ્તુઓનો સરેરાશ ગ્રોથ રેટ નીચો રહ્યો હતો. અલબત, મોદી સરકારમાં ટેલીવીઝન, વોશિંગ મશીન અને રેફ્રીજરેટર્સ જેવી મોટી ઈલેકટ્રોનીક વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે.
યુકે સ્થિત રિસર્ચર યુરોમોનીટર ઈન્ટરનેશનલ્સના કેસમાં આ વાત સામે આવી છે.
ડબલ્યુપીપીની માલિકીની રિસર્ચ એજન્સી કાંતાર વર્લ્ડ પેનલના છેલ્લા 10 વર્ષના વાર્ષિક ગ્રોથ અને સોસાયટી ઓફ ઈન્ડીયન ઓટોમોબાઈલ મેન્યુફેકચર્સ (સિયામ)ના ડેટા મુજબ 2014 પછી એફએમસીજી પ્રોડકટસ અને પેસેન્જર વાહનોની માંગ અથવા વોલ્યુમ ગ્રોથ સતત વધતો રહ્યો છે પણ જીએસટીના જુલાઈ 2017માં અમલ ચોમાસાનો અસંતુલીત વરસાદ અને ઉંચા ખેલના કારણે છેલ્લા બે વર્ષથી મોટાભાગના સેગમેન્ટમાં ગ્રોથ ધીમો પડયો છે અથવા ઘટયો છે.
ઉદાહરણ તરીકે 2014થી પાંચ વર્ષ દરમિયાન ફાસ્ટ મુવીંગ ક્ધઝયુમર ગુડસ (એફએમસીજી) માર્કેટ સરેરાશ 3.1% ના દરે વધ્યું છે. અલબત, ગત વર્ષે એમાં 1.1%નો ઘટાડો થયો હતો. એની તુલનામાં ક્ધઝયુમર ગુડસ સેગમેન્ટ 2009-16માં 4%ના દરે વધ્યું હતું. પાર્લે પ્રોડકટસ ખાતેના સિનીયર કેટેગરી હેડ બી. કૃષ્ણ રાવના જણાવ્યા મુજબ જીએસટી અથવા નોટબંદી જેવા નીતિવિષયક નિર્ણયોના કારણે ક્ધઝયુમર ગ્રોથમાં ટુંકા ગાળે વિક્ષેપ ઉભો થયો હતો. વળી, અગાઉના વર્ષોમાં ગ્રોત સ્થિર સરકારી માળખામાં થયો હતો. આ કારણે સ્થિરતામાં મદદ મળી હતી. હાલની સરકારના ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે પગલાં અને નવી નીતિઓની અસર ગ્રોથ પર થોડા વર્ષો પછી જોવા મળશે.
નોટબંધી અને અનેક પરોક્ષ વેરાના સ્થાને જીએસટીના અમલથી દેશના ક્ધઝયુમર ગુડસ સેગમેન્ટમાં વપરાશ અને સ્ટોકીંગની પેટર્ન બદલાઈ ગઈ છે. જીડીપી ગ્રોથ અને વેતન વૃદ્ધિ સહિતના કારણે મેકો વાતાવરણ નબળું પડયું છે. યાદ રહે કે ઓટો ઉદ્યોગના આંકડા સંબંધીત નાણાકીય વર્ષોના છે, જયારે ક્ધઝયુમર ગુડઝ સેગમેન્ટના કેલેન્ડર વર્ષ સાથે સંબંધીત છે.
યુપીએ સરકારના બીજી કાર્યકાળ 2009-2014માં એફએમસીજી ગ્રોથનું કારણમુખ્યત્વે રૂરલ ડિસ્પોઝેબલ આવકમાં વધારો હતો. સારા કૃષિ વિકાસના ત્રણ વર્ષો અને મનરેગા જેવા રોજગારી કાર્યક્રમોના કારણે ગ્રામીણ જનતાપાસે ખર્ચ કરવા જેટલા પૈસા હતા. પરંતુ, 2014 પછી ખાધવાળા ચોમાસાના બે વર્ષના કારણે ગ્રામીણ બજારમાં ગ્રોથ અટકી પડયો હતો. ઉલ્લેખનીય છે કે દેશના 80 કરોડ લોકો ગામડામાં રહે છે અને તેમની ખરીદશક્તિ અને ગ્રાહક વર્તણુંક મોટાભાગે ખેત ઉત્પાદન સાથેજોડાયેલી છે. ખાધ ચીજોના ઓછા ફુગાવાના કારણે 2015ના મધ્ય પછી ગ્રામીણ વપરાશ ધીમો રહ્યો છે.
સીટી રિસર્ચના તાજેતરના રિપોર્ટ મુજબ ફુડ પ્રાઈસીસમાં થોડોઘણો પણ વધારો થાયતો સરકારની કલ્યાણકારી મદદ મળશે.
યોજનાઓની અસરકારકતા પણ મહત્વની બનશે. દબાયેલી કૃષિપ્રવૃતિ અને દબાયેલા ગ્રામીણ વેતનના કારણે રૂરલ ક્ધઝમ્પશન ગ્રોથ માટે ચૂંટણી પછી આ કાર્યક્રમો મહત્વના પરિબળો બનશે. કલ્યાણકારી યોજનાઓની સફળતા અંદાજપત્રીય જોગવાઈ અને સ્થાનિક અડચણો દૂર કરવાની ક્ષમતા પર આધાર રાખે છે.
એનડીએ સરકારમાં કાર અને ટુ-વ્હીલર સેગમેન્ટમાં વાર્ષિક વિકાસ દર અનુક્રમે 6.2% અને 7.2% રહ્યો છે. યુપીએ-2ના પાંચ વર્ષમાં આ ગ્રોથ રેટ અનુક્રમે 11.8% અને 13.8% હતો. તંદુરસ્ત ગ્રામીણ આવક અને વેતન પંચની ભલામણોના અમલના કારણે વૈશ્ર્વિક નાણાકીય કટોકટીની અસરોમાંથી મોટો ઈન્ડસ્ટ્રી બચી ગઈ હતી.
યુપીએ સરકારની બીજી ટર્મ અંતિમ બે છેડાની કહાણી છે તો વર્તમાન એમડીએ શાસન જુદા જુદા આંચકા છતાં સ્થિર ઓર્ગેનીક ગ્રોથની ગાથા છે. ફ્રોસ્ટ એન્ડ સલિવાગન ખાતેના પ્રોગ્રામ મેનેજર, મોબીલીટી અશ્ર્વિન કુમારના જણાવ્યા મુજબ નાણાભીડ, વીમો અને ઈંધણના ભાવવધારાના કારણે વાહનોની માલિકી મોંઘી બનતાં સ્લોડાઉનની સ્થિતિ સર્જાઈ છે. એમાંના કેટલાક પરિબળો સરકારના હાથમાં નહીં હોય.
અનુક્રમે પાંચ અને સાત વર્ષમાં 1.5 કરોડ કાર અને 5 કરોડ ટુ-વ્હીલર ઉમેરાતા ટ્રાફીક ક્ધજેશ્ર્ચન વધ્યું છે. વળી, ઉબેર અને યોલા જેવા શેર્ડ મોબીલીટી પ્લેટફોર્મમાં વધારાના કારણે લોકોને ટ્રાન્સપોર્ટનું વૈકલ્પિક માધ્યમ મળતાં કાર ખરીદીને અસર થઈ છે. દેશની અડધી કાર માર્કેટનો કબજો ધરાવતી મારુતી સુઝુકીનો વેચાણમાં ચાર વર્ષનાડબલ ડીજીટ ગ્રોથ પછી નાણાકીય વર્ષ 2018-19માં વેચાણમાંઘટાડો નોંધાવ્યો છે. કંપનીના ચેરમેન આર.સી.ભાર્ગવના જણાવ્યા મુજબ કેટલાક શહેરી વિસ્તારોમાં સ્લો-ડાઉન છતાં રૂરલ ગ્રોથ ટકી રહ્યો હતો.
હાલની સરકારે કેટલીક મૂળભૂત બાબતો પર ધ્યાન આપ્યું છે. લાંબાગાળાના વિકાસ માટે અનેક નીતિઓઅમલમાં મુકાઈ છે. જીએસટી અને કરમાળખાના સરળીકરણની લાંબા ગાળે સેકટર પર હકારાત્મક અસરો પડશે.
ગ્રામીણ બજારોનાં કારણે ક્ધઝયુમર પ્રોડકટસ બજાર ડાઉન થઈ છે, પણ કંપનીઓ કહે છે કે ટેકસેસન અને સરકારી નીતિમાં પાંચ વર્ષમાં નવી પહેલની એનડીએ સરકારમાં ઈલેકટ્રોનીકસ ક્ષેત્રે ઝડપી વિકાસ નોંધાયો છે. દાખલા તરીકે ટેલીવીઝનના વેચાણમાં 10% અને વોશિંગ મશીનના વેચાણમાં 11.5% વધારો નોંધાયો છે. એ સામે યુપીએ શાસનમાં ટેલીવીઝનના વેચાણમાં 4% ઘટાડો અન્ય બે મોટા એપ્લીયન્સ ગુડઝમાં 10%નો ગ્રોથ થયો હતો.


Advertisement