ખાદીની બોલબાલા; વેચાણમાં મોટી વૃદ્ધિ સાથે જાણીતી બ્રાંડને હંફાવે છે

15 April 2019 12:16 PM
India
  • ખાદીની બોલબાલા; વેચાણમાં મોટી વૃદ્ધિ સાથે જાણીતી બ્રાંડને હંફાવે છે

` ચાલુ નાણાં વર્ષમાં 5000 કરોડનો વેચાણ ટારગેટ

Advertisement

નવી દિલ્હી તા.15
અર્થતંત્રમાં તથા અનેક વેપાર ઉદ્યોગ ક્ષેત્રોમાં સ્લોડાઉનના ગણગણાટ વચ્ચે ખાદીના વેચાણમાં વિક્રમજનક વૃદ્ધિ છે. ગત નાણાંકીય વર્ષમાં વેચાણ 28 ટકાની વૃદ્ધિ સાથે 3215 કરોડ થયુ છે અને હવે આ વર્ષે 5000 કરોડને આંબવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ખાદી તથા ગ્રામીણ ઉદ્યોગ પંચના ચેરમેન વી.કે.સકસેનાએ કહ્યું કે ફેબ્રીકસ, તૈયાર કપડા સહીતના તમામ ક્ષેત્રે પ્રોત્સાહક વેચાણ વૃદ્ધિ છે. છેલ્લા પાંચ વર્ષથી દર સાલ વેચાણમાં વધારો થાય છે. પરંતુ આ વખતે છેલ્લા કેટલાક વર્ષોની સૌથી મોટી વેચાણ વૃદ્ધિ છે. અત્યાર સુધી ડીમાંડની સરખામણીએ ઉત્પાદન ઓછુ થતુ હોવાનું કહેવાતું હતું તેના બદલે આ વખતે ઉત્પાદન પણ 17 ટકા વધીને 1900 કરોડે પહોંચ્યું છે. ગત વર્ષે ઉત્પાદન વૃદ્ધિ માત્ર 7 ટકાની હતી.
ખાદી ઉપરાંત ગ્રામીણ બનાવટો તથા ખાદ્યચીજો અને કોસ્મેટીકસના વેચાણ થતી ખાદીપંચને આવક મળે છે. ખાદીના વેચાણમાં વૃદ્ધિતી ઘણી રાહત છે અને જાણીતી બ્રાન્ડની હરોળમાં આવી રહી છે.
2017-18માં આદિત્ય બિરલા ફેશનનું વેચાણ 7181 કરોડ તથા રેમન્ડનું 6010 કરોડ હતું છતાં વેચાણ વૃદ્ધિ દર 10 ટકાથી નીચે રહ્યો છે. ફેબઈન્ડીયા ખાદીની સીધી હરિફાઈમાં છે. 1000 ડોલરનું વેચાણ છતા વૃદ્ધિદર સ્થિત જ હતો.


Advertisement