બસપા પાસે હાથી જેવી 670 કરોડની તગડી બેંક બેલેન્સ

15 April 2019 12:15 PM
India
  • બસપા પાસે હાથી જેવી 670 કરોડની તગડી બેંક બેલેન્સ

રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને સોંપેલા ખર્ચ રિપોર્ટમાં ખુલાસો: સપા બીજા અને કોંગ્રેસ ત્રીજા અને ભાજપ પાંચમાં ક્રમે :ચૂંટણી બોન્ડ દ્વારા 1027 કરોડ મેળવનાર ભાજપ ખર્ચમાં આગળ

Advertisement

નવી દિલ્હી તા.15
સતાવાર રેકોર્ડ મુજબ બહુજન સમાજ પાર્ટી (બીએસપી) તમામ પક્ષોમાં સૌથી વધુ બેંક બેલેન્સ ધરાવે છે. 25 ફેબ્રુઆરીએ પક્ષે ચૂંટણીપંચને સોંપેલા ખર્ચ રિપોર્ટમાં જણાવ્યું છે કે નેશનલ કેપીટલ રિજનમાં જાહેર ક્ષેત્રની બેંકોના આઠ એકાઉન્ટમાં તેની પાસે રૂા.669 કરોડની ડિપોઝીટ છે.
2014ની લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક નહીં જીતનાર પક્ષે હાથ ઉપર રૂા.95.5 લાખની સિલક જાહેર કરી છે. બેંક એકાઉન્ટમાં રૂા.471 કરોડ સાથે સમાજવાદી પાર્ટી બીજા નંબરે છે. મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન અને તેલંગણમાં ધારાસભાની ચૂંટણીઓ પછી પક્ષની કેશ ડિપોઝીટમાં 11 કરોડનો ઘટાડો થયો હતો.
રૂા.196 કરોડની બેલેન્સ સાથે કોંગ્રેસનો નંબર ત્રીજો છે. કર્ણાટકમાં ધારાસભાની ચૂંટણી પછી પક્ષે ગત વર્ષે 2 નવેમ્બરે ચૂંટણી પંચને આપેલી વિગતો મુજબ આ સ્થિતિ હતી. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢની ચૂંટણીમાં વિજય પછી પક્ષે તેની બેંક બેલેન્સની વિગતો અપડેટ કરી નથી.
રૂા.82 કરોડની બેંક બેલેન્સ સાથે ભાજપ પાંચમા ક્રમે છે. રૂા.1.7 કરોડની ડિપોઝીટ ધરાવતા પ્રાદેશિક પક્ષ તેલુગુ દેશમ કરતાં પણ તે પાછળ છે.
ઈલેકટોરલ બોન્ડ સહીતના માધ્યમો દ્વારા દાન મેળવવામાં ઘણો આગળ હોવા છતાં ભાજપને બતાવેલી બેલેન્સ ઘણી નાની લાગે છે. તેણે આપેલી વિગતોમાંથી કદાચ આ વાતનો તાળો મળે છે. પક્ષના દાવા મુજબ 2017-18માં તેને મળેલા રૂા.1027 કરોડમાંથી તેણે રૂા.758 કરોડનો ખર્ચ કર્યો હતો.
આ રાજકીય પક્ષોના ઈન્કમ યેકસ રિટર્નનું એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ નામના એનજીઓએ વિશ્ર્લેષણ કર્યુ હતું. એ મુજબ ભાજપએ 2016-17 અને 2017-18માં અનુક્રમે રૂા.1.34 કરોડ અને 1.27 કરોડની આવક બતાવી હતી. આ ગાળામાં બીએસપીની આવક રૂા.174 કરોડથી ઘટી રૂા.52 કરોડ થઈ હતી. 2016-17માં કોંગ્રેસની આવક રૂા.225 કરોડ બતાવાઈ છે.
સીપીએમએ છેલ્લા દરેક નાણાકીય વર્ષમાં રૂા.100 કરોડની આવક બતાવી છે. આ રાજકીય પક્ષોની 87% આવક સ્વૈચ્છીક યોગદાન દ્વારા મળી છે. 2017-18માં ચૂંટણી બોન્ડ દ્વારા 210 કરોડ મેળવનાર તે એકમાત્ર પક્ષ છે.


Advertisement