તળાજામાં રોડ પર ઠલવાતા કાર્બન ખાવાથી ત્રણ ગાયોના મૃત્યુથી ભારેરોષ

15 April 2019 12:04 PM
Bhavnagar

તંત્રની બેજવાબદારીથી ગાયોના મોતનો આક્ષેપ; અરેરાટી

Advertisement

ભાવનગર તા.1પ
તળાજા શહેર માં ભરપૂર રીતે કાર્બનનો ઉપયોગ થઈ રહ્યો છે. જાહેરમાં કાર્બન ફેંકવાથી અગાઉ ગાયો ના મોત થયા બાદ છેલ્લા છ દિવસમાં કાર્બન ખાવાથી વધુ ત્રણ ગાયો ના મોત થયા હોય જીવદયા પ્રેમી ઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા બે જવાબદારી દાખવનાર વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
તળાજા નગરમાં મનુષ્ય અને અબોલ જીવ ના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.ફ્રુટ જેવા ખાદ્ય પદાર્થો માં અખાદ્ય કાર્બન નાખીને. તેમ છતાંય જવાબદાર પ્રશાસન આંખ આડા કાન કરી રહયુ છે. તેનો ભોગ જાણતા અજાણતા માં માનવ અને પશુઓ બની રહ્યા છે. ગૌવંશ ને બ ચાવવાનું ની અવિરત પણે કામગીરી કરતા નિમિત્ત મહેતા ના જણાવ્યા પ્રમાણે છેલાછ દિવસ માં ત્રણ ગાયો કાર્બન ખાઈ ને મોત ને ભેટી છે. જાહેરમાં ફેંકાતા કાર્બન ખાઈને છૂટું મુકતું ગૌવંશ મોત ને ભેટતા જીવદયા પ્રેમીઓ માં રોષ ફેલાયો છે. જાણકારો ના મંતવ્ય પ્રમાણે જે પ્રકારે જાહેરમાં જે કાર્બન ફેંકવામાં આવેછે તે પ્રથમ તો ફ્રુટ પકવવા સહિતના કામમાં લેવામાં આવેછે. જે સૌથી વધુ કાર્બન થી પકવેલા ફ્રુટ ને ખાવાથી માનવના આરોગ્ય ને પણ મોટું નુકસાન કરે છે. માનવ અને પશુઓના આરોગ્ય સાથે કાર્બન નાખી થતા ચેડાં ને અટકાવવા પ્રશાસને પગલાં ભરવા જરૂરી છે.


Advertisement