પાક વિમો કયાં? પાણી કયાં? પાટીદારો હવે કયાં સુધી અન્યાય સહન કરશો! હાર્દિક પટેલ

15 April 2019 12:04 PM
Jamnagar Gujarat
  • પાક વિમો કયાં? પાણી કયાં? પાટીદારો હવે કયાં સુધી અન્યાય સહન કરશો! હાર્દિક પટેલ
  • પાક વિમો કયાં? પાણી કયાં? પાટીદારો હવે કયાં સુધી અન્યાય સહન કરશો! હાર્દિક પટેલ
  • પાક વિમો કયાં? પાણી કયાં? પાટીદારો હવે કયાં સુધી અન્યાય સહન કરશો! હાર્દિક પટેલ

કાલાવડમાં કોંગ્રેસની જંગી જાહેરસભા : ભાજપમાં ભુકંપ : કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને જીતાડવા યુવાનો કામે લાગી જાવ : સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા-બહેન કોંગ્રેસમાં જોડાતા ભાજપ સ્તબ્ધ : કાલાવડમાંથી ભાજપને કયારેય લીડ મળી નથી : આ વખતે પણ આપવીજ નથી : વિક્રમ માડમ : ભાજપના પ0 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા : કોંગ્રેસને જીતાડવા અપીલ

Advertisement

કાલાવડ તા.15
કાલાવડમાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાની જંગી જાહેરસભા થઇ હતી. પાટીદારોનો ગઢ કાલાવડમાં કોંગ્રેસના વિજયનો શંખનાર ફૂંકાયો હતો. કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની સટાસટી, ભાજપને ઘર ભેગી કરવા આહવાન કરાયું છે.
કાલાવડ સંમેલનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂઘ્ધસિંહ જાડેજા અને બહેન નયનાબાએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા. જામનગર-દેવભૂમિ દ્વારકા તાલુકાના કલ્યાણપુર-દ્વારકા-ખંભાળીયા, ભાણવડ, અને જામજોધપુરમાં કોંગ્રેસની જાહેરસભાઓમાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને જંગી લીડ સાથે વિજય બનાવવા માટે સંકલ્પ કરવામાં આવ્યા બાદ પાટીદારના ગઢ ગણાતા કાલાવડ ખાતે પણ જંગી જાહેરસભામાં હજારોની સંખ્યામાં લોકો ગામે ગામથી સ્વયંભુ ઉમટી પડયા હતા.
કાલાવડ ખાતે ગઇકાલે કોંગ્રેસના મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને સાથો સાથ જંગી જાહેરસભા પણ યોજવામાં આવી હતી. જેમાં ગામે ગામથી સરપંચ આગેવાનો, ખેડૂતો, કાર્યકરો ઉપરાંત મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના સમર્થનમાં જોડાઇને કાલાવડ વિસ્તારમાંથી જંગી મતદાન કરવાનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. જંગી જાહેરસભા દરમિયાન જામનગરના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂઘ્ધસિંહ જાડેજા અને તેમના બહેન નયનાબેન જાડેજાએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા.
આ સભામાં દિલ્હીથી કોંગ્રેસના ડેલીગેટ તરીકે અજીત તોનગડ, કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ, કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા, અમરેલીથી જેનીબેન ઠુંમર, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ, કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયા, ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, જામજોધપુરના ધારાસભ્ય ચીરાગભાઇ કાલરીયા, કાલાવડ શહેર પ્રમુખ આર.આઇ.જાડેજા, તાલુકા પ્રમુખ વસંતભાઇ ગીણોયા, મેહુલ સોજીત્રા, દેવદાનભાઇ જારીયા, જે.પી.મારવીયા, કાંતીભાઇ ગઢીયા, અનિલભાઇ વાઘેલા, નયનાબેન માધાણી, પ્રવિણભાઇ માધાણી, મુકુંદભાઇ સાવલીયા, મોહનભાઇ સભાયા, દોશુભાઇ હાલાણી, અરવિંદભાઇ ગજેરા, હનીફભાઇ ધાડા, જીવણભાઇ કુંભારવડીયા સહિતના આગેવાનો સહિત કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ જંગી જાહેરસભામાં જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જે.ટી.પટેલે જણાવેલ કે તમામ સમાજ, તમામ લોકો તથા તમામ મતદારો આજે ભાજપની સરકારથી ત્રસ્ત છે અને જો ભાજપની ત્રેવડ હોય તો મારી ચેલેન્જ છે કે કાલાવડમાંથી મતદારો ભાજપના સુપડા સાફ કરી નાંખશે.
આ જંગી જાહેરસભામાં કાલાવડ તાલુકાના નાનાવડાળા ગામના ભાજપના કાર્યકર્તાઓ મુકેશભાઇ સાવલીયા, સુરેશભાઇ મારકણા, અશ્ર્વિનભાઇ મારકણા, ગોવિંદભાઇ સાવલીયા, ધવલભાઇ મારકણા સહિત પ0 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં પ્રવેશ કરી ખેસ ધારણ કર્યો હતો. આ ઉપરાંત કાલમેઘડા ગામના કાબાભાઇ રૂપાભાઇ માલધારી, રવજીભાઇ રૈયાભાઇ માલધારી, બટુકસિંહ રૂપસિંહ જાડેજા, કાનજીભાઇ સુરાભાઇ સહિતના કોંગ્રેસમાં જોડાઇ ખેસ ધારણ કર્યો હતો.
આ જંગી જાહેરસભામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે જંગી જાહેરસભા સંબોધતા જણાવેલ કે ભાજપના રાજમાં ખેડૂતો પરેશાન, મહિલાઓ પરેશાન, યુવાનો પરેશાન, નથી શિક્ષણના ઠેકાણા, નથી સ્વાસ્થયના ઠેકાણા આ બધી બાબતમાં હવે તમારે અને મારે જાગૃત થવાની જરૂર છે. શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ અને પૂજય ગાંધીજી જે રીતે લડાઇ લડયા હતા અને આ ભારતને આઝાદ કરાવવાનું કામ કર્યુ હતું અને આ ભારત ફરીથી આ ભાજપનું ગુલામ બન્યું છે. ત્યારે આપણે સૌએ ફરીથી આ ભાજપની ગુલામીમાંથી મુકત થવા માટે આ ભાજપને હાંકી કાઢવાનો સમય આવી ગયો છે. ઘણા બધા લોકો 2019ની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ 2019ની ચૂંટણી કોઇ ભાજપ કે કોંગ્રેસની નથી પરંતુ આ ચૂંટણી ભાજપની વિરૂઘ્ધ જે લોકોને પાકવીમો નથી મળ્યો એ લોકોએ લડવાની છે.
આ ચૂંટણી ભાજપ વિરૂઘ્ધ બેરોજગાર યુવાનોએ લડવાની છે અને આ ચૂંટણી એવા લોકોએ લડવાની છે કે ખેતી માટે પાણી નથી, આ ચૂંટણી ખૂબ મહત્વની છે. આવનારી પેઢીના ભવિષ્ય માટેની અને આ 2019 ચૂંટણી માટે આપણે આપણો નિર્ણય નહી લઇએ તો ચોક્કસ હું માનુ છું કે આવનારા દિવસોની અંદર આ દેશ કે ગુજરાતની અંદર ફરીથી ચૂંટણી થવાની નથી તો આ આપણી છેલ્લી અને પહેલી ચૂંટણી છે તો સૌએ સાથે મળીને ભાજપનો સફાયો કરવો પડશે. તો આવતી 23 એપ્રિલે કમળના બટનને ખરાબ ન કરવા મારી સલાહ છે.
જંગી જાહેરસભાને સંબોધતા અમરેલીના જેનીબેન ઠુંમરે જણાવેલ કે 2019ની ચૂંટણી કોઇ ચૂંટણી નહી પણ આ વખતનો મહાસંગ્રામ થવા જઇ રહ્યો છે કે મહાસંગ્રામ એટલા માટે કે 2014માં આપણે જે વાયદાઓ સાંભળ્યા હતા. નવી-નવી જાહેરાતો સાંભળીને કયાંક આપણે પણ ભરમાઇ ગયા હતા અને અમોને 26 એ 26ને ધમારી નાખ્યા હતા અને ફરીથી 2019માં આ તક તમારા દરવાજે તમારા ભવિષ્યની તક જયારે ખખડાવવા આવી છે ત્યારે આ તક ચુકવવાની નથી, ભાજપના રાજમાં મહિલાઓ બેહાલ છે. યુવાનો બેહાલ બન્યા છે. ત્યારે સરકારની ભાજપના રાજમાં મહિલાઓ બેહાલ છે. યુવાનો બેહાલ બન્યા છે. ત્યારે સરકારની આ નિષ્ફળતા છતી થઇ છે. આ સરકારે જો વિશ્ર્વનો બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તો તે નોટબંધીથી કર્યો છે.
જંગી જાહેરસભાને સંબોધતા વિક્રમભાઇ માડમે જણાવેલ કે કાલાવડ તાલુકાએ લોકસભાની ચૂંટણીમાં કયારેય કોંગ્રેસને ખાધ આપી નથી અને આ વખતે પણ નહી આપે તેવો મને અહીંની પ્રજા ઉપર ભરોસો છે અને આ વખતે પણ કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને જંગી બહુમતીથી જીતાડશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને જબરૂ લોકસમર્થન મળી રહ્યું છે. જે તેમની જંગી જાહેરસભા પરથી અંદાજ આવી જાય છે. જયારે જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ગ્રામીણ ક્ષેત્રમાં કોંગ્રેસ તરફી અંડર કરંટ જોવા મળી રહ્યું છે. ગામે ગામ કોંગે્રસના સમર્થનમાં યોજાતી જાહેરસભાઓમાં સ્વયંભુ લોકો જોડાઇ રહ્યા છે અને પરિવર્તન કરવાનું મન બનાવીને કોંગ્રેસને મત આપી ગરીબોની સરકાર, ખેડૂતોની સરકાર બનાવવા માટે જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે ત્યારે પાટીદારનો ગઢ ગણાતા કાલાવડમાં પણ લોકોએ જંગી જાહેર સભામાં પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.


Advertisement