મુંબઇમાં પોલીસના ડરથી કચ્છ આવી આઇપીએલ ક્રિકેટમાં સટ્ટો શરૂ કર્યો : 3 મુંબઇવાસી સહિત પાંચ ઝડપાયા

15 April 2019 11:39 AM
kutch Crime Gujarat
  • મુંબઇમાં પોલીસના ડરથી કચ્છ આવી આઇપીએલ ક્રિકેટમાં સટ્ટો શરૂ કર્યો : 3 મુંબઇવાસી સહિત પાંચ ઝડપાયા

અંજાર-બિદડામાં પોલીસના દરોડામાં પાંચ લાખનો મુદામાલ કબ્જે

Advertisement

ભૂજ તા.15
તાજેતરમાં કચ્છના ગાંધીધામમાં હોટેલની આડમાં અને,બંદરીય માંડવીના બિદડા ગામે રહેણાંક મકાનમાં આઇપીએલ પર ચાલતા સટ્ટા બેટીંગના પર્દાફાશ બાદ હવે અંજારમાં ક્રિકેટના સટ્ટાનો ભાંડો ફૂટ્યો છે. બાતમીના આધારે રવિવારે સાંજે અંજાર પોલીસે શહેરના બસ સ્ટેશન નજીક ગાયત્રી ચાર રસ્તા પાસે આવેલા મેવાવાલા કોમ્પ્લેક્સમાં રેઈડ કરી 5 સટોડીયાને ઝડપી પાડ્યાં છે.
પોલીસે ’ગણેશ ટ્રાવેલ્સ’ નામનું પાટીયું મારેલી દુકાનમાં દરોડો પાડતાં દુકાનમાલિક રાજેન્દ્રસિંહ રઘુનાથસિંહ સોલંકી (રહે. ગુરુકૂળ, અંજાર) મોબાઈલ ફોન પર ખાસ એપ મારફતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ પર સટ્ટો રમાડતા ઝડપાયો હતો. પોતે સટ્ટો રમાડવા માટે એપમાં ડિસ્ટ્રીબ્યુટર બન્યો હોવાનું રાજેન્દ્રસિંહે પોલીસ સમક્ષ કબૂલ્યું છે. પોલીસે દુકાનમાં હાજર વિઠ્ઠલસિંહ અમરસિંહ ચાવડા, નીરજ રામજીભાઈ ભાટીયા, મેહુલ રાજેશભાઈ પ્રજાપતિ અને મીત પ્રતાપભાઈ જરૂ નામના અન્ય ચાર યુવકોની પણ જુગારધારા મુજબ અટકાયત કરી છે. સ્થળ પરથી પોલીસે 36000 રૂપિયાની રોકડ રકમ, બે લેપટોપ, 7 મોબાઈલ ફોન, એક કાર અને બે મોટર સાયકલ મળી કુલ 5.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલાં આરોપીઓની જુગારધારાની કલમ 4 અને 5 હેઠળ અટકાયત કરી છે. દરમ્યાન,મુંબઈમાં પોલીસની બીકે કચ્છના માદરે વતનના રહેણાંક મકાનમાં ઈંઙકની ક્રિકેટ મેચો પર સટ્ટો રમવાનું શરૂ કરનારાં 3 મુંબઈગરા સહિત પાંચ સટોડીયા માંડવી પોલીસના હાથે ઝડપાઈ ગયાં હતા. મુંબઈથી કચ્છમાં આવી ઈંઙકની મેચો પર વ્યાવસાયીક ઢબે સટ્ટો લેવાનું આવું સુવ્યવસ્થિત કારસ્તાન પહેલીવાર કચ્છમાં બહાર આવ્યું છે. બનાવે કચ્છ-મુંબઈના જૈન સમાજમાં પણ ચકચાર સર્જી છે. બાતમીના આધારે માંડવી પોલીસે મધરાત્રે બિદડા ગામના ગાંધીચોકમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 92 હજાર 450 રૂપિયાના મુદ્દામાલ સાથે પાંચ સટોડિયાની જુગારધારા મુજબ અટકાયત કરી હતી. મુંબઈમાં રહેતા મિતેન જયંતીલાલ ફુરીયા (ઉ.વ.29, શાંતિવન-2, રાહેજા ટાઉનશીપ, મલાડ વેસ્ટ)એ મુંબઈ પોલીસથી બચવા બિદડામાં આવેલા બાપ-દાદાના બંધ મકાનમાં રહેવા આવીને સાગરિતો સાથે સટ્ટો લેવાનું શરૂ કર્યું હતું.
પોલીસે મિતેન ઉપરાંત તેના સાગરિતો હરેશ બાલુભાઈ સોનગર (ઉ.વ.47, રહે.ભરવેનગર, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ), શિતલ મહેન્દ્રભાઈ શાહ (ઉ.વ.46, રહે.304, પ્રથમેશ બિલ્ડિંગ, ભાયંદર (વેસ્ટ), મુંબઈ), રમેશ કપુરચંદ વોરા (ઉ.વ.61, જૈન દેરાસર પાસે, બિદડા) અને હિતેશ મંગુભાઈ ગામીત (ઉ.વ.25, રહે. ડુંગરી, માંગરોળ, સુરત)ને ઝડપી પાડ્યાં છે. મકાનમાંથી પોલીસે ફોનના 15 પોર્ટવાળું મશીન અને તેની સાથે લાગેલા 14 ચાર્જર અને હેન્ડ્સ ફ્રી લગાવેલાં નોકિયા કંપનીના 14 મોબાઈલ ફોન, ચાર લેન્ડલાઈન ફોન, બે લેપટોપ, 80 સેન્ટીમીટરનું એક એલઈડી ટીવી અને એક સેમસંગ કંપનીનું 14 ઈંચનું ટીવી, ટાટા સ્કાય કંપનીનું સેટટોપ બોક્સ અને બે રીમોટ કંટ્રોલ, આરોપી પાસેથી મળેલાં વધુ બે મોબાઈલ ફોન, 14450ની રોકડ, સટ્ટાની ડાયરી વગેરે મળી કુલ 92 હજાર 450 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપીઓ આઈપીએલમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાઈ રહેલી મેચની હાર-જીત, કયો ખેલાડી કેટલાં રન બનાવશે વગેરે ઉપર સટ્ટો રમાડતાં હતા. માંડવીના પીઆઈ એમ.જે. જલુના જણાવ્યા અનુસાર આરોપીઓ મુંબઈના લોકો પાસેથી સટ્ટો લેતાં હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. તેઓ મુંબઈના અન્ય કોઈ મોટા ગજાના બુકીઓ પાસે સટ્ટો કપાવતાં હોવાની શક્યતા છે. ઝડપાયેલાં પાંચ પૈકી ચાર શખ્સો જૈન સમાજના હોઈ કચ્છ સહિત મુંબઈમાં વસતાં જૈનોમાં પણ ચકચાર મચી ગઈ છે.


Advertisement