બટાટા ઉગાડવા અને વેચવા પર ખેડુતો સામે કોર્ટનો સ્ટે

15 April 2019 11:38 AM
Ahmedabad Gujarat
  • બટાટા ઉગાડવા અને વેચવા પર ખેડુતો સામે કોર્ટનો સ્ટે

પેપ્સી-કોએ અમદાવાદની અદાલતમાં પોતાની રજીસ્ટર્ડ જાતના બટાટા ખેડુતો ઉગાડી રહ્યાની રાવ કરી : નમુના કબ્જે કરી લેબોરેટરીમાં મોકલવા કોર્ટ કમિશ્ર્નરની નિમણુંક

Advertisement

અમદાવાદ તા.15
અમેરિકી ફુડ એન્ડ બીવરેજીસ કંપની પેપ્સી કોર્જ કંપની દ્વારા રજીસ્ટર્ડ બટાટાની જાતનું ગેરકાયદે વાવેતર અને વેચાણ કરવા બદલ ગુજરાતના ત્રણ ખેડુતો સામે દાવો કર્યો છે. પેપ્સી તેના દાવા મુજબ તેની બ્રાન્ડ લેઝ માટે ચિપ્સ બનાવવા આ જાત ઉગાડવાનો તેને અબાધિત અધિકાર ચે.
દેશના પ્લાન્ટ વેરાઈટી રજીસ્ટ્રીમાં બટાટાની જાત કંપનીએ રજીસ્ટર કરાવી હોઈ, કોમર્સીયલ કોર્ટે ગત સપ્તાહે છબીલભાઈ પટેલ, વિનોદ પટેલ અને હરીભાઈ પટેલને 26 એપ્રિલ સુધી બટાટા ઉગાડવા અને વેચવા સામે સ્ટે આપ્યો છેં. પોતાના અધિકારોનું ઉલ્લંઘન થયાની કંપનીની રજુઆત સામે કોર્ટે ત્રણેય ખેડુતો પાસેથી જવાબ માંગ્યો છે.
કંપનીની વિનંતીતી કોમર્સીયલ કોર્ટ જજ મુલચંદ ત્યાગીએ વિવાદની તપાસ કરી રિપોર્ટ સોંપવા એડવોકેટ પારસ સુખવાણીની કોર્ટ કમિશ્ર્નર તરીકે નિમણુંક કરી છે.
પેપ્સીકો ઈન્ડીયા હોલ્ડીંગ પ્રાઈવેટ લીમીટેડએ કોર્ટને જાણ કરી હતી કે તે એફએલ 1867 અને વિસ્ચિપ વેરાઈટીઓની હાઈબ્રીડ એફએલ 2027 રજીસ્ટર્ડ બટાટાની જાતનો ચિપ્સ બનાવવા ઉપયોગ કરે છે. કંપની પ્રોટેકશન ઓફ પ્લાન્ટ વરાઈટીસ એન્ડ ફાર્મર્સ રાઈટસ એકટ, 2001 નીચે એફએસ 2027ની રજીસ્ટર્ડ બ્રીડર છે.
ભારતમાં આ વેરાઈટીનો પ્રથમ વાર વ્યાપારીક ઉદ્યોગ 2009માં થર્યો હતો અને એફસીડ ટ્રેડમાર્ક હેઠળ તે વેચાય છે. બાયબેક સીસ્યમના આધારે કંપનીઓ આ વેરાઈટી ઉગાડવા પંજાબના કેટલાક ખેડુતોને લાયસન્સ આવ્યું છે. લાયન્સ વિના આ જાતના બટાટા ઉગાડી ખેડુતો કંપનીના કાનુની અધિકારનો ભંગ કરી રહ્યા છે.કંપનીએ કોર્ટને જણાવ્યું હતું કે ખેડુતો આ જાતના બટાયા ઉગાડી રહ્યાની તેને જાન્યુઆરીમાં જાણ થઈ હતી. તેણે નમુના લઈ પોતાની લેબોરેટરી તેમજ આઈસીએચ એન્ડ સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઈન્સ્ટીટયુટ, શિક્ષણ ડીએનએ એનાલિસીસ માટે મોકલ્યા હતા. પરીક્ષણોથી પુરવાર થયું છે કે પ્રતિવાદીઓ કાયદાભંગ કરી રજીસ્ટર્ડ બટાટા ઉગાડી રહ્યા હતા. કંપનીએ આવો રિપોર્ટ કોર્ટમાં રજુ કર્યો હતો.
કંપનીની રજુઆત સાંભળી કોર્ટે જણાવ્યું હતું કે આ તબકકે ફરિયાદી પાસે તેની તરફેણમાં કેસ હોય તેવું લાગે છે. ખેડુતોને બટાટા ઉગાડતા અને વેચતા રોકવા હંગામી રીતે રોકવામાં નહીં આવે તો કંપનીને ભરપાઈ ન થઈ શકે તેવું નુકશાન થશે અને ન્યાયનો પરાજય થશે.
કોર્ટે ઈન્વેન્ટરી બનાવવા, સેમ્પલ લેવા અને તેના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરી અને પોટેટો રિસર્ચ સેન્ટર, શિમલા ખાતે મોકલવા કોર્ટ કમિશ્ર્નરની નિમણુંક કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે કમિશ્ર્નર નિમવામાં નહીં આવે તો બચાવપક્ષ તેમના પ્રિમાઈસીસમાં રહેલા સ્ટોકનો નિકાલ કરી પુરાવાનો નાશ કરશે. કોર્ટે પોલીસ સતાવાળાઓને કોર્ટ કમિશ્ર્નરને ચલણ આપવા હુકમ કર્યો હતો.


Advertisement