પ્રિયંકા ગાંધી ગુજરાત નહીં આવે

15 April 2019 11:31 AM
Ahmedabad Gujarat
  • પ્રિયંકા ગાંધી ગુજરાત નહીં આવે

માત્ર મહિલા ઉમેદવારો માટે પ્રિયંકાનો પ્રચાર કરાવવા કોંગ્રેસની રણનીતિ નકકી થતા ગુજરાતની બાદબાકી

Advertisement

અમદાવાદ તા.15
કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી અંબાજી ખાતે માતાજીના મંદિરે દર્શન કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંકશે તેવી અટકળો વચ્ચે કાર્યક્રમમાં બદલાવ થયો હોય તેમ તાજેતરમાં જ સક્રીય રાજકારણમાં પ્રવેશેલા ‘કરીશ્માઈ’ નેતા ગુજરાતમાં પ્રચાર માટે આવવના નહીં હોવાના નિર્દેશ સાંપડયા છે.
કોંગ્રેસમાં 4 માહિતગાર સૂત્રોએ એમ કહ્યું છે કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના જ નતી માત્ર રાહુલ ગાંધી જ પ્રચાર કરશે. રાહુલ ગાંધીની આજે રાજુલામાં સભા છે. ઉપરાંત 19-20મીએ ફરી પ્રચારમાં આવવાના છે. પરંતુ પ્રિયંકાની રાહ જોતા તથા તેના કરીશ્માના આધારે ચિત્ર પલ્ટાવવા માંગતા કોંગીજનોને નિરાશ થવુ પડે તેમ છે. કારણ કે પ્રિયંકા ચૂંટણી પ્રચારમાં ગુજરાતમાં સામેલ થવાના નથી.
ઉતરપ્રદેશને બાદ કરતા પ્રિયંકા ગાંધી માત્ર મહિલા ઉમેદવાર મેદાનમાં હોય તેવા જ મતક્ષેત્રમાં પ્રચારમાં સામેલ થવાના છે. કોંગ્રેસના હાઈકમાંડે જ આ વ્યુહ અપનાવ્યો છે જે અંતર્ગત મહિલા ઉમેદવારો ધરાવતા ક્ષેત્રોમાં જ પ્રિયંકા ગાંધીનો પ્રચાર કરાવવામાં આવશે.
ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી કોંગ્રેસના એક માત્ર મહિલા ઉમેદવાર ગીતા પટેલ છે જેઓને અમદાવાદ પશ્ર્ચીમની ટીકીટ આપવામાં આવી છે. આ બેઠક મળવાનો કોંગ્રેસને ખાસ ભરોસો નથી એટલે પ્રિયંકા ગુજરાત આવે તેવી શકયતા રહેતી નથી.


Advertisement