રાજુલાની આસરાણા ચોકડીએ રાહુલ ગાંધીની સભા : ત્રણ જિલ્લામાંથી મેદની ઉમટી પડી

15 April 2019 11:28 AM
Amreli Gujarat
  • રાજુલાની આસરાણા ચોકડીએ રાહુલ ગાંધીની  સભા : ત્રણ જિલ્લામાંથી મેદની ઉમટી પડી

અમરેલી, ભાવનગર, જૂનાગઢ બેઠકના કોંગી ઉમેદવારોના પ્રચાર અર્થે રાષ્ટ્રીય અઘ્યક્ષ બપોરે સૌરાષ્ટ્રમાં

Advertisement

અમરેલી તા.15
અમરેલી, ભાવનગર અને જૂનાગઢની લોકસભા બેઠકના કોંગી ઉમેદવારો અનુક્રમે પરેશ ધાનાણી, મનહર પટેલ અને પુંજાભાઈ વંશના પ્રચારાર્થે આજે સોમવારે બપોરે 3 કલાકે વીજપડી નજીક આવેલ આસરાણા ચોકડી ખાતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અઘ્યાક્ષ રાહુલ ગાંધીની જાહેર સભા યોજાશે.
આ ચૂંટણી સભામાં પ્રદેશ કોંગ્રેસના મુખ્ય આગેવાનો, ત્રણેય ઉમેદવારો, ધારાસભ્યો , રાજય પ્રભારી, રાજીવ સાતવ પણ ઉપસ્થિત રહેશે. આ જાહેર સભામાં વિશાળ સંખ્યાહમાં જનમેદની એકત્ર થવાની હોય જિલ્લાક કોંગ્રેસના આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
અમરેલી, જુનાગઢ અને ભાવનગર લોકસભા બેઠકનાં કોંગી ઉમેદવાર અનુક્રમે પરેશ ધાનાણી, પૂંજાભાઈ વંશ અને મનહર પટેલને વિજેતા બનાવવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં અઘ્યક્ષ રાહુલ ગાંધી આગામી આજે સોમવારે રાજુલા-જેસર હાઈ-વે પર આવેલ આસરાણા ચોકડી ખાતે જાહેરસભા સંબોધશે.
જાહેરસભામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિઘ્ધાંર્થ પટેલ, શકિતસિંહ ગોહીલ, જિલ્લામ કોંગી પ્રમુખ અર્જુન સોસા, પ્રવિણભાઈ રાઠોડ સહિતનાં આગેવાનો પણ ઉપસ્થિતત રહેશે. જાહેર સભામાં વિશાળ જનમેદની એકત્ર થવાની હોય પૂર્વ ધારાસભ્યલ ડો. કનુભાઈ કળસરીયા, ધારાસભ્ય અંબરીશ ડેર, ધારાસભ્ય ભગાભાઈ બારડ સહિતનાં કોંગીજનો પણ બોધન કરશે.


Advertisement