મોરારીબાપુના સૌથી નાના ભાઈ જાનકીદાસભાઈનું 54 વર્ષની વયે નિધન

13 April 2019 10:48 PM
Gujarat
  • મોરારીબાપુના સૌથી નાના ભાઈ જાનકીદાસભાઈનું 54 વર્ષની વયે નિધન
  • મોરારીબાપુના સૌથી નાના ભાઈ જાનકીદાસભાઈનું 54 વર્ષની વયે નિધન
  • મોરારીબાપુના સૌથી નાના ભાઈ જાનકીદાસભાઈનું 54 વર્ષની વયે નિધન

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા : કાલે સાંજે 6 વાગ્યે અંતિમવિધિ : હનુમાન જયંતી નિમિતે અસ્મિતા પર્વના તમામ કાર્યક્રમો રદ

Advertisement

અમદાવાદ તા. 13, પૂ. મોરારીબાપુના સૌથી નાના ભાઈ જાનકીદાસભાઈ હરિયાની જેઓ ટીકાબાપુ તરીકે ઓળખાતા, તેઓનું આજે બિમારી સબબ અવસાન થયેલ છે. તેઓ અમદાવાદ ની સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે આજે તેઓએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા. હાલ મોરારીબાપુની ઉત્તર પ્રદેશમાં કથા ચાલી રહી છે ત્યારે કાલે કથા પૂર્ણ કરી ને તેઓ તલગાજરડા પહોંચશે જ્યાં સ્વ.જાનકીદાસભાઈની અંતિમ વિધિ થશે.
આ વર્ષે તલગાજરડા ખાતે યોજાનાર હનુમંત સંગીત મહોત્સવ અને અસ્મિતા પર્વના કાર્યક્રમો રદ રાખવામાં આવેલ છે તેવું આયોજકોએ માહિતી આપી. પ્રભુ સદગતની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.


Advertisement