કાલે વિજય રૂપાણી રાજકોટમાં: મોહનભાઈ કુંડારીયાના ટેકામાં અનેક સંમેલનને સંબોધશે

13 April 2019 06:56 PM
Rajkot Gujarat
  • કાલે વિજય રૂપાણી રાજકોટમાં: મોહનભાઈ કુંડારીયાના ટેકામાં અનેક સંમેલનને સંબોધશે

સવારે યુવા ભાજપ આયોજીત ફસ્ટટાઈમ વોટર્સ મીટ: હેમુ ગઢવી હોલમાં ચોકીદાર-સંમેલન: યોજનાના લાભાર્થીઓને મળશે તથા રાત્રીના બૌદ્ધિક સાથે સંવાદ

Advertisement

રાજકોટ: ગુજરાતમાં લોકસભાનો પ્રચાર જોર પકડી રહ્યો છે તે સમયે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આવતીકાલે સવારથી જ રાજકોટમાં પ્રચારમાં સામેલ થઈ રહ્યા છે. શ્રી રૂપાણી આવતીકાલે સવારે 9 વાગ્યે રાજકોટ આવશે અને 10 વાગ્યે રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા આયોજીત પ્રથમ વખત મતદાનમાં જોડાનાર ફસ્ટ-ટાઈમ વોટર્સ સાથે અક્ષર મંદિર સભાગૃહ કાલાવડ રોડ પર યુવા સંમેલનને સંબોધન કરશે. ગુજરાત ભાજપના મહામંત્રી શ્રી નેહલ શુકલાએ આ માહિતી આપતા જણાવ્યું કે આજે સમગ્ર દેશ નયા ભારત માટે મતદાન કરવા જઈ રહ્યું છે અને દેશમાં એક તરફ રાષ્ટ્રશક્તિની ગુંજ છે અને તેની સામે મહામીલાવટી ગઠબંધન છે જે ફરી અરાજકતાની સ્થિતિ સ્થાપવા માંગે છે.
તેની સામે ફસ્ટ ટાઈમ વોટર્સ ગેરમાર્ગે ન દોરાય તે જોવાયુવા ભાજપ કામ કરી રહ્યો છે જેના ભાગરૂપે આ સંમેલન યોજાઈ રહ્યું છે.
શ્રી રૂપાણી બાદમાં 11 વાગ્યે ‘મૈં ભી ચોકીદાર’ થીમ મુજબ હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટના ચોકીદારો સાથે સીધો સંવાદ કરશે. શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશ મિરાણીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે દેશમાં એક ચોકીદાર તરીકે સીમા-સુરક્ષિત રહે તથા ભ્રષ્ટાચારની સરકારી તિજોરી સુરક્ષિત રહે તે વાત જનજન સુધી પહોંચાડવા ચોકીદારો માધ્યમ બનશે જેને મુખ્યમંત્રી વિજય રૂપાણી સંબોધન કરશે.
શ્રી રૂપાણી બપોરે 4 વાગ્યે ઈસ્કોન મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. સાંજે 6 વાગ્યે સરકારની ઉજજવલા આયુષ્યમાન ભારત સહીતની વિવિધ યોજનાના લાભાર્થી સાથે સીધો સંવાદ કરશે તથા રાત્રીના 8 વાગ્યે અમૃતપાર્ટી પ્લોટ વખતે બૌદ્ધિક સંમેલનને સંબોધન કરશે.
શ્રી રૂપાણી રાત્રીના લોકસભાના ઉમેદવાર શ્રી મોહનભાઈ કુંડારીયાના જેચાર કાર્યાલય ખુલ્યા છે તેની મુલાકાત લેશે તથા રાત્રીરોકાણ રાજકોટ કરીને સવારે ગાંધીનગર જશે.


Advertisement