તમો કયાં પુરા મત આપ્યા હતા: પાણી માંગતા ગ્રામ્યજનોને બાવળીયાનો જવાબ

13 April 2019 06:55 PM
Rajkot Gujarat
  • તમો કયાં પુરા મત આપ્યા હતા: પાણી માંગતા ગ્રામ્યજનોને બાવળીયાનો જવાબ

પાણી પુરવઠા મંત્રીને તેમના જ મતક્ષેત્રમાં જવાબ આપવું ભારે થઈ પડયું : કનેસરા ગામે રાજયના મંત્રીને મહિલાએ ઘેરી લેતા મંત્રી ગીન્નાયા: મને મળવા લાઈનમાં આવવું પડે છે: રૂઆબ છાંટયો

Advertisement

રાજકોટ: ગુજરાતમાં એકસમયના કોંગ્રેસના પીઢ નેતા જસદણના ધારાસભ્ય ભાજપમાં ભળીને રાતોરાત મંત્રી બની ગયેલા કુંવરજીભાઈ બાવળીયાને આજે તેમના મતક્ષેત્ર જસદણમાં જ પાણી પ્રશ્ર્ને સ્થાનિક મહિલાઓએ રજુઆત કરતા બાવળીયાએ તેમના મંત્રીપદનો મિજાજ બનાવતા અને મળવા માટે લોકો લાઈનમાં ઉભા રહે છે. તેવા વિધાનો કરતા ગ્રામજનો ખાસ કરીને મહિલાઓ હતપ્રત બની ગઈ હતી. અહી જસદણના જ કનેસરા ગામે કુંવરજીભાઈ અને તેના સાથીદાર ભરત બોઘરાનો મહિલાઓ સાથેનો ઉગ્ર વાતનો વિડીયો વાયરલ થયો છે. અહી સતત પાણીની સમસ્યા છે અને ખુદ કુંવરજીભાઈ પાણી પુરવઠા મંત્રી છે. તેઓ આજે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા માટે મત માંગવા માટે નીકળેલા કુંવરજીભાઈ બાવળીયા અને ભરત બોઘરાને ગામના લોકોએ પાણી પ્રશ્ર્ને ઉધડા લીધા હતા. જે બાદ બાવળીયા અને બોઘરાએ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બાવળીયાએ લોકોને સમજાવતા કહ્યુંકે તમારા ગામની ખટપટના કારણે વિકાસ નથી. મને મત આપ્યો હતો તો વિકાસ થાત. પરંતુ પ્રયત્ન નિષ્ફળ રહેતા બંને ત્યાંથી નીકળી ગયા હતા.
વીડીયોમાં કુંવરજીભાઈ દાદાગીરી કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. કુંવરજીભાઈએ લોકોને કહ્યું કે ગઈ વખતે તમે મને 45થી55 યકા જ મત આપ્યા હતા ત્યારે કેમ બધા ભેગા થઈને ન આવ્યા. આખા રાજયમાંથીલોકો બાવળીયા સાહેબને મળવા માટે આવે છે અને લાઈનો લાગે છે. તમે સમજો. ત્યારે બાવળીયાએ પણ કહ્યું કે હા મને મળવા માટે લાઈનો લાગે છે. કદર જ નથી. તેમ કહીને ગાડીમાં બેસી ગયા હતા અને ત્યાંથી નીકળી ગયા હતા.
કુંવરજી બાવળીયાના આ વિધાનો અને વર્તનની જસદણમાં જબરી ચર્ચા છે અને આ વાઈરલ થયેલો વિડીયો છેક ગાંધીનગર સુદીપહોંચી ગયાના સંકેત છે.


Advertisement