રાજયમાં ‘ગુજકેટ’ 1.34 લાખ વિદ્યાર્થીઓ આપશે

13 April 2019 06:51 PM
Ahmedabad Gujarat
  • રાજયમાં ‘ગુજકેટ’ 1.34 લાખ વિદ્યાર્થીઓ આપશે

‘એ’ ગ્રુપના 56913 બી ગ્રુપના 77478 અને એબી ગ્રુપના 4પપ છાત્રો : શાંતિપૂર્ણ વાતાવરણમાં કસોટી લેવા માટે તૈયારીઓ પુર્ણ કરતું બોર્ડ

Advertisement

રાજકોટ તા.13
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.26ને શુક્રવારે લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકોટ) રાજકોટ સહિત રાજયભરમાં 1.34,846 વિદ્યાર્થીઓ આપનાર છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડને આ વખતે ગુજકેટની તારીખ ત્રણ-ત્રણ વખત ફેરવવાની ફરજ પડી હતી. જેમાં ખાસ કરીને સી.બી.એસ.ઇ. બોર્ડની પરીક્ષા અને ત્યારબાદ લોકસભાની ચૂંટણીના કારણે ગુજકેટની તારીખ ફેરવવામાં આવી હતી. જે બાદ અંતે ગુજકેટ તા.26ને શુક્રવારે લેવાનો નિર્ણય લેવામાં આવેલ હતો.
ગુજકેટમાં આ વખતે નોંધાયેલા 1,38,846 વિદ્યાર્થીઓમાંથી 56,913 વિદ્યાર્થીઓ એ ગ્રુપના છે. જયારે 77478 વિદ્યાર્થીઓ ‘બી’ ગ્રુપના અને 4પપ વિદ્યાર્થીઓ એબી ગ્રુપના છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજકેટની પરીક્ષા નોંધાયેલા 1,36,498માંથી 1,34,979 વિદ્યાર્થીઓએ 34 કેન્દ્રો પરથી આપી હતી. જયારે ચાલુ વર્ષે ગત વર્ષની જેટલા વિદ્યાર્થી ચાલુ વર્ષે ગુજકેટ માટે નોંધાયા છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની ઉત્તરવહીઓની તપાસણીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજકેટ બાદ આગામી મેં માસના પ્રથમ પખવાડીયામાં ધો.12 સાયન્સનું પરિણામ આપવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


Advertisement