એનઆરઆઈના ધાડેધાડાં ઉતરી પડયા: મોદીને ફરી પીએમ બનાવવા પ્રચારમાં લાગી ગયા

13 April 2019 06:40 PM
Ahmedabad Gujarat
  • એનઆરઆઈના ધાડેધાડાં ઉતરી પડયા: મોદીને ફરી પીએમ બનાવવા પ્રચારમાં લાગી ગયા

દેશીઓને ભાજપને મત આપવા સમજાવશે

Advertisement

અમદાવાદ તા.13
ચૂંટણી માટે હવે માત્ર 10 દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાજપએ તેના એનઆરઆઈ બાવડાને મેદાનમાં ઉતાર્યા છે. કેટલાક એનઆરઆઈ અહીં આવી પહોંચ્યા છે અને પક્ષ માટે પ્રચારમાં જોતરાયા છે. હાલમાં 50થી નીચેની વયના 28 એનઆરઆઈ આણંદ, ઉમરેઠ અને ઉતર ગુજરાતમાં મોદી નેષ્ઠ પસંદ શા માટે છે તે વાત મતદારોને સમજાવી રહ્યા છે તેમિત્રો, સગાસંબંધી, બીઝનેસ સહયોગીઓનો સંપર્ક સાધી પોતાના વતનમાં વગનો ઉપયોગ કરી મોદીને મત અપાવવા મહેનત કરી રહ્યા છે.
યુ.એસ., યુ.કે., ઓસ્ટ્રેલિયા, દુબઈ, મસ્કત, કેનેડા અને ન્યુઝીલેન્ડ જેવા સ્થળોએથી લોકો આવી રહ્યા છે. 660 એનઆરઆઈએ પક્ષને ઈમેઈલ કરી ગુજરાતમાં પ્રચાર કરવા ટિકીટ બુક કરાવી છે. હાલમાં મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં રહેતા 34 વર્ષના આઈટી પ્રોફેશનલ જયેશ શાહે તાજેતરમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ અને સીડની ઓપેરા હાઉસમાં સપોર્ટ કાર્યક્રમ યોજયો હતો. તે ઓસ્ટ્રેલિયામાં ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપીના વડા છે. તેમના જણાવ્યા મુજબ આગામી સપ્તાહ સુધીમાં ઓસ્ટ્રેલિયાથી 50 ગુજરાતીઓ ને 500 ભારતીયો ભારતભરમાં ફરી વળશે. આ બધા ભાજપનો પ્રવાસ કરશે. મણીનગરમાં પરિવાર ધરાવતા શાહ કહે છે કે મોદીએ 2007માં મણીનગર બેઠક પસંદ કરી ત્યારથી હું તેમનો ચાહક છું. 2014માં પણ હું મેલબોર્નથી ચૂંટણી પ્રચાર કરવા આવ્યો હતો. આ વખતે અમે વધુ સંગઠીત છીએ. ઓસ્ટ્રેલિયામાં દરેક એનઆરઆઈ તેના મતવિસ્તારમાં દરરોજ 20 માણસોનો સંપર્ક કરશે. અમે તાજેતરમાં નરેન્દ્ર મોદીની ‘મૈં ભી ચોકીદાર’ માટે મોટી રેલી કરી હતી, અને એનઆરઆઈ ફોર મોદી માટે કાર્યક્રમો કર્યા હતા.


Advertisement