ગુજરાતી ફિલ્મ ‘બહુના વિચાર’નું ટ્રેલર લોંચ: મુખ્ય ભૂમિકામાં જોવા મળશે ભવ્ય ગાંધી

13 April 2019 05:45 PM
Entertainment
  • ગુજરાતી ફિલ્મ ‘બહુના વિચાર’નું ટ્રેલર લોંચ:
મુખ્ય ભૂમિકામાં જોવા મળશે ભવ્ય ગાંધી

3 મેનાં ફિલ્મ થશે રિલિઝ

Advertisement

રાજકોટ તા.13
બોલીવુડમાં અને દરેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આજકાલ બાયોપિક અને ફિલ્મ બેઝડઓન ટ્રુઈવેન્ટ્સ ઘણું ટ્રેન્ડમાં છે, પરંતુ આવનારી ગુજરાતી ફિલ્મ ‘બહુના વિચાર’ની ટેગલાઈન કંઈક અલગ જ છે. જેમાં લખ્યું છે. ટ્રુઈવેન્ટ્સ વીલ બીબેઝડઓન ધીસ ફિલ્મ એટલે કે સાચી ઘટનાઓ આ ફિલ્મ પર આધારિત હશે. આ ફિલ્માં મુખ્ય ભૂમિકામાં ભવ્ય ગાંધી (તારક મહેતા), જાનકી બોડીવાલા, દેવર્ષિ શાહ અને રાગી જાની છે.
આ ફિલ્મની વાર્તા આજના યુથ પર આધારિત છે તેમના સ્વપ્નાઓ, અપેક્ષાઓ અનેક વસ્તુઓ આ ફિલ્મમાં સમાવી લેવામાં આવી છે. કોલેજના ગ્રેજયુએશનના 5 દિવસ પહેલા વરૂણ (ભવ્ય ગાંધી) સ્ટોક માર્કેટની બેટીંગમાં 40 લાખ રૂપિયા જીતી જાય છે અને તેમના જીવનમાં શું થાય છે અને કઈ રીતે તેઓ આગળ વધે છે તેવા તેમના જીવનના અને સ્ટાર્ટઅપના અનેક પહેલુઓને આ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યો છે. આ ફિલ્મનું એન્થમ ગીત ‘બહુના વિચાર’ એ ગુજરાતના 7 શ્રેષ્ઠ ગુજરાતી ગીતકારો જીગરદાન ગઢવી, આદિત્ય ગઢવી, કિર્તીદાન ગઢવી, સિધ્ધાર્થ અમિત ભાવસાર, ઐશ્ર્વર્યા મજમુદાર, પાર્થ ઓઝા અને મિત જૈન દ્વારા ગવાયું છે. આ ફિલ્મ 3 મેના રોજ સમગ્ર ગુજરાતમાં ફિલ્મ રીલીઝ થશે.


Advertisement