સતત 6 મેચ હારનાર બેંગ્લોર આજે વિજયી શરૂઆતની રાહ પર

13 April 2019 04:38 PM
Sports
  • સતત 6 મેચ હારનાર બેંગ્લોર આજે વિજયી શરૂઆતની રાહ પર

Advertisement

સતત 6 મેચ હારીને સીઝનની પહેલી જીત માટે તરસતી વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી બેંગ્લોરની ટીમ આજે મોહાલીમાં રવિચન્દ્રન અશ્ર્વિનની લીડરશીપવાળી પંજાબ સામે ટકરાશે. હાલમાં સતત ત્રીજી વખત વિઝડના લીડીંગ ક્રિકેટર ઓફ ધ યર બનનાર વિરાટ કોહલી ઇચ્છશે કે આજની મેચ તેની ટીમ જીતે, કારણ કે પ્લે ઓફમાં પહોંચવા બચેલી દરેક 8 મેચ તેની ટીમે જીતવી પડશે. કલકત્તા સામે તેના બોલરો 205 રન ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જેમાં આન્દ્રે રસેલે 13 બોલમાં 48 રન ફટકાર્યા હતા. બીજી તરફ પંજાર પણ મુંબઇ સામે 197 રન ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. બંને ટીમ વચ્ચે રમાયેલી 22 મેચમાં પંજાબ 12-10 થી આગળ છે.


Advertisement