પબુભાની ચૂંટણી રદ કરવા સામે સુપ્રીમમાં કેવીયેટ દાખલ કરતા ગોરીયા

13 April 2019 03:38 PM
Gujarat
  • પબુભાની ચૂંટણી રદ કરવા સામે 
સુપ્રીમમાં કેવીયેટ દાખલ કરતા ગોરીયા

Advertisement

રાજકોટ તા.13
ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની ચૂંટણી રદ કરી અને અહી પેટાચૂંટણી યોજવાનો માર્ગ મોકળો કર્યો છે. તે વચ્ચે હાઈકોર્ટના આદેશ સામે પબુભા સુપ્રીમમાં જાય તેવી શકયતા ધ્યાનમાં રાખીને આ પીટીશન કરનાર કોંગ્રેસના પરાજીત ઉમેદવાર મેરામણ ગોરીયા પબુભા પહેલા જ દિલ્હી પહોંચી ગયા છે અને તેઓએ પબુભા દ્વારા કોઈ રીટ અરજી થાય તે પહેલા કેવીયેટ દાખલ કરી છે જેથી સુપ્રીમ કોર્ટ હવે પબુભાની કોઈ અરજી દાખલ કરે તે પુર્વે સુપ્રીમ કોર્ટ મેરામણ ગોરીયાને સાંભળે તેવી માંગણી કરી છે. હાઈકોર્ટે જો કે તેના ચૂકાદામાં પબુભાને સુપ્રીમમાં જવા મંજુરી આપી નથી. પરંતુ આ આદેશ સામે પબુભા સુપ્રીમમાં જશે અને તેથી આખરી જંગ તો સુપ્રીમમાં ફેલાવવાનો છે.


Advertisement