સેવા અને સાધના

13 April 2019 03:09 PM
Dharmik
Advertisement

સવૅ પ્રાણીઅોમાં માનવજીવન સવોૅતમ જીવન છે. જેમાં સેવારુભાવનાનાં સુમન ખિલેલાં છે તે માનવજીવન અતિ શ્રેષ્ઠ જીવન છે. સેવાભાવના જ બીજાઅોને પોતાના જેવા બનાવે છે. અન્ય અાત્માઅોની સેવા કરવાથી સ્વાભાવિક રીતે તેમની દુવાઅો સેવા કરનારને મળે છે. અેટલે દુનિયામાં લોકો સમાજ સેવાનું કાયૅ કરે છે. બીજાઅોનાં દુ:ખ દુર કરવા. ગરીબોને મદદ કરવી, સમસ્યાઅોનું સમાધાન લાવવુ વગેરે પોતાનો પરમધમૅ સમજે છે. કેટલાક લોકો દેશને સુચારૂરૂપે ચલાવવાની સેવા કરે છે અાવા કેટલાંયે રૂપોથી સેવા કરીને માનવ પોતાને ધન્ય સમજે છે. પરંતુ કુરિવાજોમાંથી મુકત કરવાની વ્યસનોમાંથી મુકત કરવાની સેવા સાધકો જ કરે છે અને વિશ્ર્વને અેક નવી દિશા અાપે છે. દુનિયામાં ધનથી સેવા કરનારા તો અનેક છે પરંતુ ધન કમાવવાના સ્ત્રોત કેટલા શુઘ્ધ છે અેના પર જ સેવાની શુઘ્ધતાનો અાધાર છે મહેનત અને ઈમાનદારીથી કમાયેલુ ધન જ શ્રેષ્ઠ ફળવાળુ બને છે ધન શુઘ્ધ ભાવનાથી, દિલથી ગુપ્તદાન કરવાથી સફળ થાય છે. માનવને માનવતાપૂણૅ જીવન જીવવાનું શીખવાડે તે સાચી સેવા છે અને જે સદા પ્રશંસા, પ્રતિષ્ઠાની અાકાંક્ષામાંથી મુકત હોય છે તે જ અાવી સેવા કરી શકે. જયાં સ્વાથૅ છે, ત્યાં સેવા નથી. સ્વાથીૅ માનવ સેવામાં પોતાનો સ્વાથૅ સિઘ્ધ કરવા લાગે છે. તે સેવા નથી કરતો પણ સમસ્યાઅો ઉભી કરી દે છે. નિ:સ્વાથૅ સેવા કરનારા જ અનેકોને સમસ્યાઅોમાંથી બહાર લાવી પથપ્રદશૅન કરાવે છે. અેમને પરમાત્માનો રસ્તો દેખાડીને મંઝીલે પહોંચાડે છે. અેટલે નિસ્વાથૅ બનીને વિશ્ર્વની સેવા કરી પોતાના જીવનને સાથૅક બનાઅો. સાધકને સાધનાના અાસન ઉપર બેસીને સેવાના મહેલોમાં પ્રવેશ કરવા માટે હીરારુમોતી માણેક પ્રાપ્ત થાય છે અને પછી સ્વયં પણ માળાનો મણકો બની જાય છે. જેનું ભકિતમાગૅમાં સંસાર સ્મરણ કરે છે. વતૅમાન સમયે તપસ્યાની થોડી જ અંજલિ લઈને સાધક સેવાના ક્ષેત્રમાં કુદી પડે છે. સેવા તો ઘણા ઉમંગ ઉત્સાહથી કરે છે સાધના વિના સેવા પંગુ સમાન છે કારણ કે સેવા પ્રભુ પ્રેમના પ્રવાહની તરફ ન જતા પરસ્પર ટકકરની દિશામાં જાય છે. અાપણા બોલ પણ મધુર હોવા જોઈઅે તેનો પ્રભાવ અનેકો ઉપર પડે છે તેઅો અેમને પણ પ્રભુપ્રેમી બનાવી દેશે. દિવ્યતા ભરી દેશે. અેટલે સાધના અને સેવાનું સંતુલન રાખીને સેવા કરીશુ તો બીજાઅોનું પણ ભાગ્ય ચમકાવીને મહાન પુણ્ય પ્રાપ્ત કરનાર બની દેવત્વને પ્રાપ્ત કરીશુ.


Advertisement