કચ્છ માંડવીની સુપ્રસિઘ્ધ દરગાહમાંથી ચાંદીના છતર-રોકડ સહિત મુદામાલની ચોરી

13 April 2019 02:35 PM
kutch
Advertisement

ભૂજ તા.13
કચ્છના બંદરીય માંડવીની જૂની પોસ્ટ ઑફિસ માર્ગ પર આવેલી માઈ મીસરાની દરગાહમાં ગત મધરાત્રિ બાદ તસ્કરી થઈ છે. દરગાહના તાળાં તોડી, ચાંદીના 12 નંગ છત્તર (કિંમત રૂપિયા 2500), 4500 રૂપિયાની રોકડ રકમ અને દરગાહનો માલ-સામાન રાખવાના રૂમના તાળું તોડી તેમાં પડેલું અઢી હજારની કિંમતનું ગ્રાઈન્ડર ચોરાઈ ગયું છે.દરગાહની દેખભાળનું કામ સંભાળતા જુસબ જુમા સિધિએ ચોરીના બનાવ અંગે હિસ્ટ્રીશીટર ગઝની પર શંકા દર્શાવી છે. દરમિયાન, માંડવીના પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જલુના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તસ્કર ગઝની જેવો જણાય છે. ગઝની માંડવી પોલીસના ચોપડે વિવિધ ગુનાઓમાં હિસ્ટ્રીશીટર તરીકે નોંધાયેલો છે. તેને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.દરમ્યાન, મુંદરાના પાવડીયારા સીમમાં આવેલી પવનચક્કીના પાંચ વીજથાંભલા પર રહેલા 15 હજારની કિંમતના સાડા સાતસો મીટર એલ્યુમિનિયમ કેબલોની ચોરી થઈ છે. ગત પાંચમી એપ્રિલની રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો. બનાવ અંગે મુંદરા મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,લોકસભાની ચૂંટણી નજીક હોઈ પોલીસ તેના બંદોબસ્તમાં રોકાયેલી હોઈ,તસ્કરીના બનાવોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.


Advertisement