સોનગઢના ભૂતિયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત શકુનીઓ ઝડપાયા

13 April 2019 02:31 PM
Bhavnagar
  • સોનગઢના ભૂતિયા ગામે જાહેરમાં
જુગાર રમતા સાત શકુનીઓ ઝડપાયા

1.75 લાખની મતા કબ્જે લઇ તપાસ આદરતી પોલીસ

Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા.13
ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર એ આગામી લોકસભાની ચુંટણી શાંતીપુર્ણ અને ભયમુક્ત માહોલમાં યોજાય તે સારૂ ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય અને ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ હોય જે સુચના આધારે આજરોજ આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર ની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલના પોલીસ કોન્સ. એજાઝખાન પઠાણને મળેલ બાતમી આધારે સોનગઢ તાબેના ભુતીયા ગામની સીમમાં જયેશભાઇ ઘનજીભાઇ મેંદપરા રહે.ભુતીયા વાળાની વાડીમાં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો સુરેશભાઇ દેવજીભાઇ રાઠોડ, રાવતભાઇ લાલજીભાઇ પરમાર, જયરાજસિંહ ધીરૂભાઇ કટારીયા, દશરથસિંહ હઠીસિંહ ગોહીલ, કમલેશભાઇ જવાહરલાલ જસ્વાલ, રમેશભાઇ જીણાભાઇ રાઠોડ, રાહુલભાઇ ઘેલાભાઇ સોલંકી વાળાઓને રોકડ રૂપિયા રૂ69,080/- તથા મોબાઇલ ફોન-9 તથા મો.સા.-3 તથા ગંજીપાના તેમજ પ્લાસ્ટીકના જુદા જુદા કલરના કોઇન નંગ-185 મળી કુલ રૂપિયા 1,75,080/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે તેમજ આરોપી ઘનશ્યામભાઇ અરજણભાઇ ચાવડા રહેવાસી-ભુતીયા ગામ, તા.શિહોર જી.ભાવનગર વાળો રેઇડ દરમ્યાન નાસી ગયેલ હોય જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.


Advertisement