બોટાદ ખાતે સત્યધમૅ જ્ઞાનકથા તથા મહાત્મા ફૂલેની જયંતીની અનેરા ઉલ્લાસ સાથે ઉજવણી

13 April 2019 02:22 PM
Botad
  • બોટાદ ખાતે સત્યધમૅ જ્ઞાનકથા તથા મહાત્મા ફૂલેની જયંતીની અનેરા ઉલ્લાસ સાથે ઉજવણી

Advertisement

(ધનશ્યામ પરમાર) બોટાદ તા.૧૩ તાજેતરમાં બોટાદ ખાતે મહાત્મા શ્રી જયોતિરાવ ફુલેની ૧૯રમી જન્મ જયંતિની ખાસ ઉજવણી તથા 'સત્યધમૅ જ્ઞાનકથા'ના પાઠનો કાયૅક્રમ સુંદર રીતે યોજાઈ ગયો. શહેરના ભરવાડ નેસમાં અાવેલ જૂની બેંક કોલોની પાસે અાવેલ ''મૌયૅ ભવન'' ખાતે ગોપાલક સમાજ અગ્રણી વિઠ્ઠલભાઈ મૌયૅની અાગેવાનીમાં યોજાયેલ અા કાયૅક્રમમાં દીપ પ્રાગટય જાણીતા સાહિત્યકાર રત્નાકર નાંગર તથા જાણીતા ચિત્રકાર કૌશિક રાઠોડ ''નિદોૅષ''ના વરદહસ્તે કરવામાં અાવેલ. કાયૅક્રમમાં પધારેલ પરેશભાઈ રાઠોડ દ્વારા ''બુદ્વ વંદના'' કરાવવામાં અાવેલ તથા બિલ્ડર દીપકભાઈ વાજા દ્વારા જયોતિબા ફુલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફુલે દ્વારા કરવામાં અાવેલ સમાજ સુધારાની તથા શૈક્ષણીક જાગૃતિની રસપ્રદ વાતો કરવામાં અાવેલ કૌશિકભાઈ રાઠોડ દ્વારા અાઝાદીના અાટલા વારસો પછી પણ દલિતોઅે સહન કરવી પડતી વરવી વાસ્તવિકતાનો ચિતાર રજુ કરાયો હતો. અા સમગ્ર કાયૅક્રમના મુખ્ય અાયોજક અને યજમાન અેવા વિઠ્ઠલભાઈ મૌયૅઅે અાવા કાયૅક્રમોની ઉજવણી દ્વારા રાષ્ટ્રા અાવા મહાન સપૂતોની વંદના અને કાયૅક્રમના હેતુઅો તથા અાવી ઉજવણીની સમાજ ઉપર પડતી અસરોની મનનીય રજુઅાત કરવામા અાવેલ. તેમના દ્વારા થયેલ સામાજિક સુધારાની વાતો પણ થયેલ. કટાર લેખક તથા ''માલધારી ટાઈમ્સ''ના તંત્રી રત્નાકર નાંગર દ્વારા ''સત્યધમૅ જ્ઞાનકથા''ના કુલ ૧ થી ૩૮ દશૅનોના પાઠ કરવામાં અાવેલ. ભારતના બંધારણા વિચારબીજ જેવી અા કથા જયોતિરાવ ફૂલે પ્રેરીત છે અને અા કથાઅે ૧૯મી સદીમાં શૈક્ષણીક જાગૃતિ અને સામાજિક ક્રાંતિ માટે મહત્વનો ભાગ ભજવેલ. ભગવાન બુદ્વની વિચારધારા અાધારિત અા કથામાં મનુષ્યને જન્મથી નહિ પણ કમૅથી મહાન ગણવાની વાત છે. અા કાયૅક્રમની સફળતા માટે દેવકરણ માલધારી, જયકિશન બોળિયા તથા શૈલેષભાઈ મેવાડા અને વિઠ્ઠલભાઈ મૌયૅના પરિવારનોઅે ખાસ જહેમત ઉઠાવી હતી.


Advertisement