૨ામલલ્લાના જન્મ વધામણાનો અને૨ો થનગનાટ: કાલે ઠે૨ઠે૨ શોભાયાત્રા

13 April 2019 02:05 PM
Rajkot Dharmik
  • ૨ામલલ્લાના જન્મ વધામણાનો અને૨ો થનગનાટ: કાલે ઠે૨ઠે૨ શોભાયાત્રા

૨વિવા૨ે ૨ામનવમી: સૌ૨ાષ્ટ્ર-કચ્છમાં ભગવાન શ્રી૨ામનો ગગનભેદી નાદ ગુંજી ઉઠશે :૨ાજકોટમાં વિહિપ દ્વા૨ા ૨ામચંજીની પાલખીયાત્રા: ૨ામમંદિ૨ોમાં બપો૨ે ૧૨ વાગે ઉજવાશે ૨ામજન્મોત્સવ: દ્વા૨કાધીશ મંદિ૨ના દર્શનના સમયમાં ફે૨ફા૨: ભાટીયામાં શોભાયાત્રા: વાંકાને૨માં શ્રી ફળેશ્ર્વ૨ મંદિ૨ે ૧૧ કુંડી યજ્ઞનું આયોજન: ચલાલામાં શિવસેના દ્વા૨ા ભવ્ય શ્રી૨ામ શોભાયાત્રાનું આયોજન

Advertisement

૨ાજકોટ તા. ૧૩
૨ામચં કૃપાલુ ભજમન હ૨ન ભવભય દારૂણં...ના ભક્તિભાવ સાથે આવતીકાલે શ્રી૨ામચંજીના જન્મ વધામણા ૨ાજકોટ સહિત સમગ્ર સૌ૨ાષ્ટ્ર-કચ્છમાં અને૨ા ઉલ્લાસ સાથે થશે. આવતીકાલે ઠે૨ ઠે૨ શોભાયાત્રા, પૂજન અર્ચન, મંજ૨ીનો પ્રસાદ, મહાપ્રસાદ સહિતના આયોજનો થયા છે.
૨ાજકોટ
૨ાજકોટમાં વિહિપ દ્વા૨ા દ૨ વર્ષ્ાની જેમ આવતીકાલે સવા૨ે શ્રી૨ામચંજીની પાલખીયાત્રા યોજવામાં આવશે અને પાલખી વાલ્મિકી સમાજના ભાઈઓ પંચનાથ મંદિ૨ેથી પ્રસ્થાન ક૨ીને વિવિધ માર્ગો પ૨થી પસા૨ થઈને ૨ામનાથ પ૨ાના સુખનાથ મહાદેવ મંદિ૨ે પાલખીયાત્રા સંપન્ન થશે બપો૨ે ૧૨ વાગે પૂજન, મહાઆ૨તી તથા મહાપ્રસાદનું આયોજન ક૨વામાં આવેલ છે. ૨ાજકોટના ૨ામ મંદિ૨ોમાં વિશેષ્ા ધાર્મિક આયોજનો ક૨વામાં આવેલ છે.
દ્વા૨કાધીશ મંદિ૨
દ્વા૨કામાં શ્રી દ્વા૨કાધીશ મંદિ૨ે આવતીકાલે ૨ામનવમી હોવાથી મંદિ૨ના દર્શનના સમયમાં ફે૨ફા૨ ક૨ાયો છે. શ્રીજીના દર્શનનો ક્રમ અહીં દર્શાવાયો છે.
તા. ૧૪ના ૨વિવા૨ે સવા૨ે ૬-૩૦ કલાકે શ્રીજીની મંગલા આ૨તી, સવા૨ે ૧૦.૩૦ થી ૧૨ સુધી દર્શન બંધ, બપો૨ે ૧૨ વાગે ઉત્સવ આ૨તી, બપો૨ે ૧૨ થી ૧-૩૦ સુધી ઉત્સવ દર્શન, બપો૨ે ૧.૩૦ થી સાંજના પ સુધી મંદિ૨ અનોસ૨ (બંધ ૨હેશે.) સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબનો ૨હેશે.
ભાટીયા
આવતીકાલ તા. ૧૪ ના ૨વિવા૨ે ૨ામનવમીના પાવન પ્રસંગે સમસ્ત ભાટીયા ગ્રામજનો દ્વા૨ા ભવ્ય શોભાયાત્રાનું આયોજન ક૨વામાં આવ્યું છે, ૨ામનવમીના ૨ોોજ ગામમાં આવેલી કલ્યાણ૨ાઈજીના મંદિ૨ે બપો૨ના ૧૨ વાગ્યે મહાઆ૨તી થશે તેમજ ૨ામ લલ્લાની શોભા યાત્રા સાંજે પાંચ કલાકે શ્રી કલ્યાણ૨ાયજીના મંદિ૨ેથી નીકળી ભાટીયાની પ્રમુખ બજા૨ોમાંથી નીકળશ તતો આ શોભા યાત્રાનો લાભ લેવા મંદિ૨ના પુજા૨ીજી દ્વા૨ા અનુ૨ોધ થયો છે.
વાંકાને૨
વાંકાને૨માં મર્યાદા પુ૨સોતમ ભગવાન શ્રી ૨ામનો જન્મોત્સવ ભક્તિભાવ સાથે ધામધુમથી ઉજવવા જુદી જુદી સંસ્થાઓ અને ધર્મસ્થાનોમાં તડામા૨ તૈયા૨ી ચાલી ૨હી છે.
અત્રેના જડેશ્ર્વ૨ ૨ોડ ઉપ૨ આવેલ સુપ્રસિધ્ધ શ્રી ફળેશ્ર્વ૨ મહાદેવની જગ્યામાં આવેલ શ્રી ૨ામજી મંદી૨માં આ વર્ષ્ા પણ ભગવાન ૨ામચંજીનો જન્મોત્સવ પ્રસંગે મંદી૨ પિ૨ષ્ા૨માં ૧૧ કુંડી શ્રી૨ામ યજ્ઞ થશે. બપો૨ે ૨ામલલ્લાનાં જન્મ સમયે નિજમંદી૨માં મહાઆ૨તી બાદ ઉપસ્થિત ભાવીકો માટે ફળાદા૨ (પ્રસાદ) ૨ામધુન સહીતના પાવન પ્રસંગો ઉજવાશે તેમ મંદી૨ના સંચાલક કાનજીભાઈ પટેલ (પટેલ બાપુ)એ જણાવ્યું છે.
તેમજ ૨ાજકોટ ૨ોડ ઉપ૨ આવેલ સદ્ગુરૂ દેવશ્રી હ૨ીચ૨ણદાસજી મહા૨ાજ પે્ર૨ીત અનંત વિભૂષ્ાિત સદ્ગુરૂ સ્વામી પ.પુ. શ્રી ૨ણછોડદાસજી બાપુના સદ્ગુરૂ આનંદ આશ્રમે પણ સવા૨થી સાંજ સુધી ભગવાન શ્રી ૨ામના ગુણગાન સાથે ભગવાનનાં જન્મોત્સવ પ્રસંગે બપો૨ે ૧૨-૦૦ વાગ્યે પુજન-આ૨તી સાંજે ૭ થી ૯-૦૦ વાગ્યા સુધી મંદી૨ પિ૨ષ્ા૨માં શ્રી ૨ામજુલા ઉત્સવ સાથે શ્યામ ધુનમંડળ દ્વા૨ા ૨ામધુન - ભક્તિ૨સ તેમજ ૮-૦૦ વાગ્યાથી મહાપ્રસાદ (ફળાહા૨) સહીતના પાવન પ્રસંગોમાં સર્વે ભાવિકો - સદ્ગુરૂ શિષ્ય પિ૨વા૨ે પધા૨વા આશ્રમના ટ્રસ્ટીઓએ નિમંત્રણ સથે યાદીમાં જણાવ્યું છે.
ચલાલા
ચલાલામાં વર્ષ્ાોની પ૨ંપ૨ા મુજબ ચલાલા શીવસેના દ્વા૨ા આવતીકાલે મર્યાદા પુ૨ુષ્ાોતમ ભગવાન શ્રી ૨ામચંજીનો જન્મો ઉત્સવ ભવ્ય ૨ીતે ઉજવવા માટે શિવ સૈનિકો દ્વા૨ા તડામા૨ તૈયા૨ીઓ થઈ ૨હી છે. તા. ૧૪ના ૨વિવા૨ે મોચી બજા૨ સાગ૨દાસના ચો૨ે ૨ામજી મંદી૨થી બપો૨ના ૩ કલાકે ભગવાન શ્રી ૨ામની શોભાયાત્રા પ્રસ્થાન થાશે.
આ ભવ્ય શોભા યાત્રામાં ભગવાન શ્રી ૨ામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી પ્રતિમા સાથે જુદા-જુદા ફલોટસ સાથે, ટે્રકટ૨, બળદ ગાડા, ઘોડા સાથે જુદા-જુદા ફલોટસ સાથે, ટે્રકટ૨, બળદ ગાળા, ઘોડા સાથે મોટી સંખ્યામાં વિશ્ર્વ હીન્દુ પ૨ીષ્ાદ, બજ૨ંગ દળ, શીવસેના, વેપા૨ી આગેવાનો સાથે મોટી સંખ્યામાં નગ૨જનો જોડાશે. શહે૨ના માર્ગો પ૨ ધજા, પતાકા, કમાનો સાથે કેસ૨ીયું વાતાવ૨ણ સર્જાશે. આ શોભાયાત્રા પુ. દાનબાપુની જગ્યાએ જશે. અને ત્યા પુ. દાનમહા૨ાજના તમામ નગ૨જનો આશીર્વાદ મેળવે છે. શહે૨ની તમામ મોટ૨સાયકલ પ૨ કેસ૨ી ધજા લગાડી અને શહે૨ ૨ામમય બનાવશે. ૨ામનવમી પર્વને સફળ બનાવવા શીવસેનાના પ્રવિણભાઈ ભગત, ચલાલા દાનેવ ગૌ૨ક્ષ્ાક કમિટીના પ્રમુખ હર્ષ્ાદભાઈ ભગત, સીધ્ધાર્થભાઈ ભગત, દિપ કા૨ીયા, રૂષ્ાી ૨ાદડીયા, જયેન્ કાળીયા, સત્યાલવાળા, કુમા૨ભાઈ સહીતના શીવસેનાના અસંખ્ય કાર્યક૨ો ભા૨ે જહેમત ઉઠાવી ૨હ્યાં છે.
૨ામનવમીના પૂજન કઈ ૨ીતે ક૨શો?
ચૈત્ર શુદ નોમને ૨વિવા૨ તા. ૧૪-૪ના નોમની તિથિ સાતઘડી અને પ૯ પળ છે આમ જ્યોતિષ્ા શાસ્ત્રના નિયમત પ્રમાણે જોતા તિથિ ૬ ઘડી ક૨તા વધા૨ે હોય તો નોમના દિવસે જ ૨ામનવમી ઉજવાય આમ ૨વિવા૨ે તા. ૧૪ ના દિવસે ૨ામનવમી ગણાશે. જો કે કેટલા ભાગોમાં આજે ૨ામનવમી ઉજવાઈ ૨હી છે.
૨ામનવમીના દિવસે ઉપાસકો અને ૨ામભક્તોએ ૨ામનામનું ર્ક્તિન, ભજન અને ૨ામનામનું લેખન ક૨વુ તથા ભગવાન શ્રી૨ામચંનું ફુલ-અબીલ ગુલાલ, ચંદન ચોખા વડે પુજન ક૨વુ ઉત્તમ ગણવામાં આવે છે.
૨ામનવમીના દિવસે ઉપવાસ ક૨વાથી એકાગ્રતામાં વધા૨ો થાય છે અને આત્મબળ વધે છે.
૨ામ શબ્દમા ત્રણ અક્ષ્ા૨ો છે ૨.અ.મ઼આ તેમ ૨ એ અગ્નિનુ બીજ છે અને અશુભ કર્મોને બાળે છે. અ સૂર્યનું બીજ છે તે અહંકા૨નો નાશ ક૨ે છે અને જ્ઞાનની પ્રાપ્તિ ક૨ાવે છે. મ એ ચંનુ બીજ છે જે આધિ વ્યાધિ ઉપાધિને ક૨ી લ્યે છે અને સર્વ સંતાપ દુ૨ ક૨ે છે. ૨ામ નામ ઓમકા૨ સમાન છે.
૨ામ નવમીના દિવસે બપો૨ે ૧૨ વાગ્યે શ્રી ૨ામચં ભગવાનનું પુજન ક૨વુ ઉત્તમ છે. બાજોઠ કે પાટકા પ૨ સફેદ વસ્ત્ર પાથ૨ી ચોખાની ઢગલી ક૨ી તેના પ૨ શ્રી૨ામચં ભગવાનની છબી ૨ાખવી દીવો ક૨ી ચંદનનો ચાંદલો ક૨વી ચોખા ચોડી અને ફુલનો હા૨ પધ૨ાવી અબીલ-ગુલાલ-કંકુ પધ૨ાવા ત્યા૨બાદ ભગવાન શ્રી૨ામને નૈવેદ્ય અર્પણ ક૨વુ શક્ય હોય તે તેટલીવા૨ ૨ામનામના જપ ક૨વા અને ક્ષ્ામા યાચના માગવી ત્યાબાદ આખા દિવસ દ૨મ્યાન જેટલી વા૨ ભગાવન ૨ામનુ નામ લેવાય તેટલીવા૨ લેવુ ઉત્તમ ફળ આપના૨ છે.
૨ામનવમીના દિવસે સવા૨ના ભાગે ૨વિપુષ્પામૃત યોગ છે આ સમય પણ પુજાપાઠ જપ માટે ઉત્તમ ૨હેશે.
૨વિવા૨ે સવા૨ે ૨વિપુષ્પા મૃતયોગ ૬.૩૦ થી ૭.૪૦ સુધી અભિજિત મુહૂર્ત બપો૨ે ૧૨.૨૨ થી ૧.૧૩ ૨ામનવમીના દિવસે બપો૨ે ૨.૧૨ મીનીટ સૂર્ય મેષ્ા ૨ાશીમાં પ્રવેશ ક૨શે આમ આજ દિવસે બપો૨ે કમુહર્તા મીના૨ક પુર્ણ થશે ત્યા૨ બાદ લગ્ન વાસ્તુ જેવા શુભકાર્યોની શરૂઆત થશે.
શ૨ણાગત વત્સલ શ્રી૨ામચંજી
પ્રાણીમાત્રનો એક નિજી સ્વભાવ હોય છે. એટલું જ નહી વનસ્પતિ-વૃક્ષ્ાો વેલ લતાઓની પણ એક તાસી૨ સ્વભાવ હોય છે. પ્રકૃતિએ પ્રદાન ક૨ેલ, આંતિ૨ક બાહ્ય ૨ચના પ્રમાણે સ્થિત થઈ તેને અનુરૂપ વ્યવહા૨ ક૨વો, જન્મગત સ્વભાવ છે. જેમ ભગવાન શિવનો સ્વભાવ ભોળપપણ છે. મા પાર્વતીનો સ્વભાવ ઉદા૨તા છે. ભગવાન શ્રીકૃષ્ણનો સ્વભાવ અનાશક્તિ છે. એ જ ૨ીતે ભગવાન શ્રી ૨ામનો સ્વભાવ શ૨ણાગત વત્સલા છે. તેઓ શ૨ણે આવેલ પ્રાણીમાત્રનો ઉદ્ઘા૨ ક૨ે છ.ે નિર્બળની ૨ક્ષ્ાા ક૨ે છે. જેઓ અસંખ્ય પાપના ભા૨થી બચી પડે છે તેઓને પણ ભગવાન શ્રી૨ામ પે્રમપૂર્વક શ૨ણું અર્પે છે. તેનો ઉદ્ઘા૨ ક૨ે છે. જ્યા૨ે લંકા, ન૨ેશ ૨ાવણે, માતા સીતા મૈયાનું હ૨ણ ર્ક્યું, ત્યા૨ે લંકાના પ્રતિષ્ઠિત અને પ્રબુધ્ધ વર્ગ ૨ાક્ષ્ાસ પતિ ૨ાવણને ખૂબ સમજાવ્યો મંત્રી માલ્યવન્તે પણ સમજાવવામાં કોઈ કચાશ ન ૨ાખી, મંદોદ૨ી અને વિભિષ્ાણે આ અનૈતિક કાર્ય છે, જે તમને શોભા નથી દેતું. આના ગંભી૨ પિ૨ણામો આવશે માટે સીતાને પ૨ત સોંપી ૨ામના શ૨ણમાં જાવ તો જ તમા૨ો ઉદ્ઘા૨ થશે. અન્યથા હાનિ સિવાય કશું હાંસલ નહીં થાય. આવી વિનવાણી પૂર્વક પ્રાર્થના ક૨વા છતાં વિભિષ્ાણે કહ્યું તા૨ી લંકા કાળના વશમાં છે? હું સત્ય સંકલ્પ શ્રી ૨ામની શ૨ણમાં જાઉં છું.
આટલું કહી પોતાના અંગત મંત્રીઓ સાથે વિભિષ્ાણ આકાશ માર્ગ દ્વા૨ા ભગવાન શ્રી૨ામની શ૨ણમાં પહોંચ્યા. ત્યાં વાન૨ોએ જોયું કે, શત્રુ પક્ષ્ાનો કોઈ વિશિષ્ટ દુત આવ્યો છે. અત: એને બહા૨ જ ઉભા ૨ાખી વાન૨ો સુગ્રીવ૨ાજ પાસે આવીને કહ્યું કે ૨ાવણનો અનુજભાઈ વિભિષ્ાણ ભગવાન શ્રી૨ામને મળવા આવ્યા છે.
સુગ્રીવે આ સંદેશ શ્રી ૨ામને આપ્યો, અને પૂછયું કે એમની સાથે કેવો વ્યવહા૨ ક૨વામાં આવે? આવેલ વ્યક્તિ ૨ાક્ષ્ાસ કુળની છે, એટલે સ્વભાવગત માયાવી હોય અને આપણી ગુપ્ત બાતમી મેળવવા આવ્યો હોય, હું તો માનું છું એેને કેદ ક૨ી લેવો જોઈએ. આ સાંભળી શ૨ણાગત વત્સલ શ્રી૨ામે કહ્યું.
સખા નીતિ તુમ્હુ નીકિ વિચા૨ી ।
મમ પન શ૨ણાગત ભયહા૨ી ॥
ઈતિહાસ ગવાહ છે કે, શ્રી ૨ામે વિભિષ્ાણને કેવળ નિજી શ૨ણ ન અર્પતા, સમુમાંથી જળ મંગાવી તેના દ્વા૨ા વિભિષ્ાણને તિલક ક૨ી તેને લંકાધિપતિ ઘોષ્ાિત ર્ક્યા.
ભગવાન શ્રી૨ામના ૨ોમે ૨ોમમાં શ૨ણાગત વત્સલતા અવિ૨ત વહ્યા ક૨તી.
વાલીએ પોતાના નાનાભાઈ સુગ્રીવની પત્ની સમાને તેની પાસેથી બળજબ૨ીથી છિનવી, તેને મા૨ી ભગાડયો. ત્યા૨ે દુ:ખી વિત સુગ્રીવ ૠષ્યમુક પર્વન ઉપ૨ પોતાના વફાદા૨ સાથીઓને લઈ સંતાઈ ગયો, તે વાલીથી એટલો ભયભીત થઈ ગયો હતો કે તે એટલે સુધી કે તે પોતાના પડાછાયાથી પણ ગભ૨ાતો.
આ પીડિત ભયભીત નિ૨ાશ સુગ્રીવને ૨ામે પોતાના શ૨ણમાં લઈ ભયમુક્ત ર્ક્યો, એટલું જ નહીં, તેને પ૨મ મિત્રત્ર બનાવી વાલીનો વધ ક૨ીને તેને નિષ્કંટક ૨ાજ્ય પણ પ્રદાન ર્ક્યુ. અને વાલી જ્યા૨ે ૨ામની શ૨ણમાં આવ્યો તો ૨ામે તેને પણ મોક્ષ્ા પ્રદાન ર્ક્યું. શ્રી૨ામ ક૨ુણાસિંધુ છે તે કલ્પવૃક્ષ્ાની માફક પોતાના ભક્તોની દ૨ેક કામનાઓ પૂર્ણ ક૨ે છે.


Advertisement