પ્રિયંકા તા.17 ના ગુજરાતમાં રાહુલ ગાંધી તા.15-19 ના આવે છે

13 April 2019 12:32 PM
Ahmedabad Gujarat
  • પ્રિયંકા તા.17 ના ગુજરાતમાં રાહુલ ગાંધી તા.15-19 ના આવે છે

રાહુલ તા.15 ના અમરેલીમાં રેલી સંબોધશે : કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા અંબાજી મંદિરે દર્શન કરી પ્રચારનો પ્રારંભ કરશે: નવજોત સિદ્ધુ પણ આવશે

Advertisement

રાજકોટ: ગુજરાતમાં આગામી તા.23 ના મતદાન પૂર્વ હવે આગામી સપ્તાહથી રાજકીય પ્રચાર વેગ પકડે અને સપ્તાહના અંત સુધીમાં તે ચરમસીમાએ પહોંચે તેવી ધારણા છે અને ભાજપ-કોંગ્રેસ બન્નેનાં નેતાઓ પણ આવી રહ્યા છે. જેમાં પ્રથમ વખત કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર રેલીને સંબોધન કરશે પક્ષમાં સક્રિય થયા બાદ પ્રિયંકા ગાંધી અગાઉ તા.12 માર્ચનાં પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા આવ્યા હતા. હવે તેઓ પ્રથમ વખત પક્ષના સતાવાર પ્રચારમાં જોડાઈ રહ્યા છે.પ્રિયંકા ગાંધી તા.17 ના રોજ ગુજરાત આવી રહ્યા છે. અહી અંબાજી મંદિરમાં દર્શન કરશે.બાદમાં તેઓ ઉતર ગુજરાતમાં બનાસકાંઠા બેઠક માટે પ્રથમ રેલીને પાલનપુરમાં સંબોધન કરશે.
આ જીલ્લો કોંગ્રેસ માટે મહત્વનો છે અહી 2017 ની ધારાસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે નવ ધારાસભા બેઠકમાં છ જીતી હતી આ બેઠક પર ઓબીસી-ઠાકોરનું વર્ચસ્વ છે. કોંગ્રેસે 2004 અને 2009 માં આ બેઠક જીતી હતી. અંબાજીથી દર્શન કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરનારા નહેરૂ-ગાંધી કુટુંબના ચોથા નેતા છે અગાઉ 1980 માં ઈન્દીરા ગાંધી-2014 માં સોનિયા ગાંધી અને 2017 માં રાહુલ ગાંધીએ અહીંથી પ્રચાર કર્યો હતો. અહી રેલી યોજી કોંગ્રેસ પક્ષ સાબરકાંઠા-મહેસાણા એમ બે જીલ્લાને પણ આવરી લેશે.
રાહુલ ગાંધી તા.15 એપ્રિલથી પ્રચાર શરૂ કરશે તેઓ અહી તા.15 ના અમરેલી-બેઠક પરથી અને તા.19 ના બારડોલી દાહોદ અને પાટણ બેઠક પર રેલીને સંબોધશે.કોંગ્રેસ પક્ષના નેતા તથા પંજાબની કેબીનેટ અહી નવજોતસિંધ્ધુ તા.16 ના મોડાસા અને ગાંધીનગરમાં રેલી સંબોધશે


Advertisement