ગુજરાતના મતદારો માટે પણ બાલાકોટ એરસ્ટ્રાઈક નહીં, રોજગારી, પાણી આરોગ્ય મુખ્ય મુદા છે

13 April 2019 12:31 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતના મતદારો માટે પણ બાલાકોટ એરસ્ટ્રાઈક નહીં, રોજગારી, પાણી આરોગ્ય મુખ્ય મુદા છે

શહેરીઓ માટે મોટી સમસ્યા ટ્રાફીકની ; સરકારની કામગીરીને સરેરાશ કરતાં ઓછી ગણાવતા મતદારો

Advertisement

અમદાવાદ તા.13
બાલાકોટ એરસ્ટ્રાઈક અને ટુકડેટુકહે ગેંગની વાતો નેતાઓ અને ભણેલો વર્ગ ભલે કરતા હોઈ, ગુજરાતીઓ માટે રોજગારીની સારી તકો, પીવાનું પાણી અને સારી આરોગ્ય સુવિધાઓ ચિંતાનો મુખ્ય વિષય છે. 42.68%, 67.12% અને 30.23% લોકોએ યાદીમાંના 31 મુદામાંથી ઉપરોક્ત ત્રણને પ્રોયોરીટી આપી હતી.
એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ (ખોડીયાર) દ્વારા ઓકટોબર અને ડિસેમ્બર 2018 વચ્ચે ગુજરાતની લોકસભાની છવીસેય બેઠકોમાં સર્વે કરાયો હતો અને એમાં 13000 લોકોને આવરી લેવાયા હતાં.
આ ત્રણેય મુદે મતદારોએ ગુજરાત સરકારની કામગીરીનો સરેરાશ કરતાં ઓછી ગણવી હતી. મતદારોની પ્રથમ ત્રણ પ્રાયોરીટી મુદે સરકારના પર્ફોમન્સને (પાંચના સ્કેલ પર 2033), પીવાનું પાણી (2.60) અને સારી હોસ્પિટલો પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો (2.62) સરેરાશ કરતાં ઓછું રેટિંગ મળ્યું હતું.
ગુજરાતના શહેરી મતદારો માટે ટોપની અગ્રતા ટ્રાફીક ક્ધજેશ્ર્ચન (49%), અવાજનું પ્રદૂષણ (47%) અને રાનેજગારીની સારી તકો (45%) છે, મતદારોએ ટ્રાફીક સમસ્યા મુદે સરકારના કામકાજને (પાંચના સ્કેલ પર 2.23), અવાજના પ્રદૂષણને (2.20) અને રોજગારીની સારી તકોને (2.31) સરેરાશ કરતાં ઓછું રેટીંગ આવ્યું હતું.
શહેરી ગુજરાતમાં 44% મતદારોએ પીવાના પાણીને પાંચમા ક્રમની અગ્રતા આપી હતી. 2015થી પાટીદારો માટે અનામત આંદોલન છતાં શહેરી ગુજરાતીઓએ અનામતને 10મી અગ્રતા ગણાવી હતી. ગ્રામીણ ગુજરાતમાં મતદારોની ટોચની પ્રાયોરીટી ખેતી માટે પાણી (46%), કૃષિલોનની પ્રાપ્યતા (45%) અને બીયારણ ખાતર માટે સબસીડી (44%) છે. આ મોરચે સરકારની કામગીરીને અનુક્રમે 2.43, 2.37 અને 2.15 એટલે કે સરેરાશ કરતા ઓછી માનવામાં આવી હતી. શહેરી ગુજરાતની જેમ ગ્રામીણ ગુજરાતમાં પણ કૃષિ માટે વીજળી (2.91) અને પીવાના પાણી (2.79)ને સરેરાશ કરતાં ઓછું રેટીંગ આપવામાં આવ્યું હતું.
સર્વેમાં 61% મતદારો ગ્રામીણ વિસ્તારના અને 39% શહેરી વિસ્તારોના હતા. ઉતરદાતાઓમાં 66% પુરુષો અને 34% મહિલાઓ હતી.
98% ગુજરાતીઓ ગુનેગારો રાજકારણથી દૂર રહે તેમ ઈચ્છે છે, પણ 58% મતદારોને ખબર નથી કે તે આ વિષે કઈ રીતે માહિતી મેળવી શકે.


Advertisement