લોકસભાની ચૂંટણીના પ્રચારાર્થે ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી રાજનાથસિંહ કચ્છની મુલાકાતે

13 April 2019 12:27 PM
kutch Saurashtra
  • લોકસભાની ચૂંટણીના પ્રચારાર્થે ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી રાજનાથસિંહ કચ્છની મુલાકાતે

Advertisement

આગામી લોકસભા ચૂંટણીની પ્રચાર ઝુંબેશ હવે પરાકાષ્ટા ભણી છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિહે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચાર સાથે ભાજપ માટે શંખનાદ ફૂંકયો હતો. નિયત સમય કરતાં બે કલાક મોડા પડેલા રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં વ્યાપારીઓ માટે પેન્શન, કિસાનો માટે પાંચ વર્ષ માટે વગર વ્યાજે 1 લાખની લોન, આર્થિક રીતે નબળા વર્ગો માટે પણ અનામતનો લાભ સહિતની અનેક યોજના ઘડી છે.
2014 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે કરેલી પ્રગતિ અને વૈશ્વિક સન્માન અદ્વિતીય છે કોંગ્રેસની નીતિઓનું પરિણામ આજે દેશ ભોગવી રહ્યો છે તેનું ઉદાહરણ કાશ્મીરમાંથી બે વડાપ્રધાન હોવા જોઈએ તેવો અવાજ સંભળાઈ રહ્યો છે જો નહેરુએ આઝાદી પછી કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ સરદાર પટેલને કરવા આપ્યો હોત તો આજે રાષ્ટ્રદ્રોહી તત્વોનો સફાયો થઈ ગયો હોત. હવે 2019માં કોઈ ભૂલ નહિ કરતા અને ફરીવાર નરેન્દ્રભાઈને દેશનું સુકાન સોંપજો તેવુ જણાવ્યું હતું.


Advertisement