વેરાવળ-પોરબંદરના દરિયામાં પુરતી માછલી નહીં મળવાથી માછીમારી ખોટનો ધંધો બન્યો

13 April 2019 12:13 PM
Porbandar Gujarat
  • વેરાવળ-પોરબંદરના દરિયામાં પુરતી માછલી નહીં મળવાથી માછીમારી ખોટનો ધંધો બન્યો

80% બોટ સિઝન પુરી થતાં પહેલા બંદરે લાંગરી પડી છે

Advertisement

રાજકોટ: લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના માછીમારોને જાળમાં લેવા વહાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુનાગઢની રેલીમાં ઘણી જાહેરાતો કરી હતી. પરંતુ માછીમાર સમુદાય કહે છે કે વાસ્તવમાં તેમના માટે વર્ષ મુશ્કેલ રહ્યું છે. વર્ષની શરુઆતથી જ ઝાઝી માછલીઓ પકડાતી નથી. સીઝન પુરી થવા આડે હવે માત્ર બે મહિના બાકી છે.
વેરાવળ અને પોરબંદર કાંઠે 80% ફીશીંગ બોટ ઉંચા ખર્ચ અને અપૂરતા કેચના કારણે દરિયામાં થતી જ નથી. સૌરાષ્ટ્રમાં વેરાવળ અને પોરબંદર કાંઠેથી 10000 બોટ દરિયામાં જાય છે. માછીમારી સાથે એક લાખ લોકો સીધી રીતે જોડાયેલા છે. ફીશીંગ સીઝન ચોમાસાના કારણે 15 જુનથી બંધ થાય છે. વળી, આ ગાળામાં જ બ્રીડીંગ રિઝન (માછલીઓનો પ્રજનનકાળ) શરુ થાય છે. અખિલ ગુજરાત માછીમાર મહામંડળના અધ્યક્ષ ગોપાલ ફોફંડી કહે છે. માછીમારીનો ખર્ચ નીકળે તેટલી સંખ્યામાં માછલીઓ મળતી નહીં હોવાથી માછીમારોએ દરિયામાં જવાનું બંધ કર્યું છે. હવે આ ખોટનો ધંધો બન્યો છે.
આવતા વર્ષથી શરુ થનારી નવી સીઝનમાં અમને સારો જથ્થો મળે તેવી આશા છે. ફોફંડીના જણાવ્યા મુજબ એક એપ 20-22 દિવસોની હોય છે, અને એ માટે 3 લાખનો ખર્ચ થાય છે. એક બોટ પર છ લોકો હોય છે. એક એપમાં રૂા.1.5 લાખની માછલી મળે છે. આથી ધંધામાં મોટી ખોટ જાય છે. વેરાવળ કાંઠે રિબન, ફીશ સ્કિવ્ડ કટલ કિશ અને લોબસ્ટર વિપુલ માત્રામાં મળે છે. પોરબંદર કાંઠે પણ સ્થિતિ જુદી નથી.
પોરબંદર ફીશરમેન એસોસીએશનના પ્રમુખ ભરત મોદીના જણાવ્યા મુજબ 60% બોટ પાછી આવી અને કીનારે લાંગરી છે. ઓછા કેચના કારણે બાકીની બોટ પણ તરત કામકાજ બંધ કરશે. ચાલુ વર્ષે વેરાવળના માછીમારો કર્ણાટક અને તામિલનાડુ નજીકના દરિયામાં જઈ સારા કેચની આશા રાખી રહ્યા છે. ચાલુ વર્ષે જલવાયુ પરિવર્તનના કારણે સીઝન 15 દિવસ મોડી શરુ થઈ હતી. સામાન્યત: વર્ષ 15 ઓગષ્ટથી શરુ થતું હોય છે, પણ આ વખતે 1 સપ્ટેમ્બરથી બોટ બહાર નીકળી હતી. કેટલાક માછીમારોના અને કેચમાં ઘટાડાનું એક કારણ અપુરતો વરસાદ હતું. આ કારણે દરિયામાં આવતા મીઠા પાણીમાં ઘટાડો થયો હતો, અને દરિયાના પાણીમાં ખારાશ વધી છે. આ કારણે માછલીની કેટલીક પ્રજાતિના બ્રીડીંગને અસર થઈ હતી.


Advertisement