સલમાન ખાને દબંગ-3 માટે મહેશ્ર્વરનું શૂટીંગ પુરૂ કર્યુ

13 April 2019 12:12 PM
Entertainment
  • સલમાન ખાને દબંગ-3 માટે મહેશ્ર્વરનું શૂટીંગ પુરૂ કર્યુ

Advertisement

સલમાન ખાને મઘ્યપ્રદેશના મહેશ્ર્વમાં દબંગ-3નું શૂટીંગ પુરૂ કર્યુ છે. ફિલ્મના પોતાના લુકને સલમાને સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. સલમાન ચુલબુલ પાંડે તો અરબાઝ ખાન મખ્ખી અને સોનાક્ષી સિંહા ફરી એક વાર રજ્જો બનીને પડદા પર આવશે. આ ફિલ્મને પ્રભુ દેવા ડિરેકટ કરી રહ્યો છે. સલમાન અને પ્રભુ દેવાએ આ અગાઉ વોન્ટેડમાં પણ સાથે કામ કર્યુ હતું. સલમાન ખાન ફિલ્મસ અને અરબાઝ ખાન પ્રોડકશન દબંગ-3ને પ્રોડયુસ કરી રહ્યા છે. આ ફિલ્મ ક્રિસમસ દરમિયાન રિલીઝ થશે. એ દરમિયાન જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર પણ રિલીઝ થવાની છે. મહેશ્ર્વરનું શેડયુલ પુરૂ થતાં જ સેટનો ફોટો ટવીટર પર શેર કરીને સલમાને ટવીટ કર્યુ હતું કે ફાઇનલી દબંગ-3 માટેનું મહેશ્ર્વરનું શેડયુલ પુરૂ થયું છે.


Advertisement