PM નરેન્દ્ર મોદી : સુપ્રિમમાં સોમવારે રિલીઝ પર સુનાવણી

13 April 2019 12:11 PM
Entertainment
  • PM નરેન્દ્ર મોદી : સુપ્રિમમાં સોમવારે રિલીઝ પર સુનાવણી

Advertisement

મુંબઇ તા.13
પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝ પર સુપ્રિમ કોર્ટે સોમવારે સુનાવણી કરવાની છે. ઇલેકશન કમિશને લોકસભાની ચૂંટણીને ઘ્યાનમાં રાખીને ફિલ્મને રિલીઝ થતી અટકાવવા માટે અરજી કરી હતી. આ નિર્ણય વિરૂઘ્ધ પ્રોડયુસરોએ સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ ફિલ્મ 11 એપ્રિલે રીલીઝ કરવામાં આવશે. જો કે 11 એપ્રિલે પહેલા ચરણનું મતદાન થયું હતું. ઇલેકશન કમિશ્ને 10 એપ્રિલે પ્રોડયુસરોને ફિલ્મ રિલીઝ ન કરવાનો આદેશ આપ્યો હતો. તેમનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત આ ફિલ્મ ચૂંટણીને અસર પાડી શકે છે. ઇલેકશન દરમિયાન આવી ફિલ્મોને ઇલેકટ્રોનીક મીડિયા કે પછી થિયેટરોમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં નથી. આવતી જેથી કોઇ પણ રાજકીય દળ કે નેતાને એનો લાભ મળે. ફિલ્મને લઇને સુપ્રિમ કોર્ટે સોમવારે શો ફેંસલો આપે છે. એના પર સૌની નજર મંડાયેલી છે.


Advertisement