જુનાગઢની જુની દાણાપીઠમાં આગ ભભૂકી: લાખોનું નુકશાન

13 April 2019 11:54 AM
Junagadh Gujarat
 • જુનાગઢની જુની દાણાપીઠમાં આગ ભભૂકી: લાખોનું નુકશાન

વહેલી પરોઢે હોલસેલ માર્કેટમાં પ્રથમ મજલે લાગેલી આગ વિકરાળ બની ત્રીજા મજલે પહોંચી: પીજીવીસીએલની મદદથી વીજ પુરવઠો ઠપ્પ કરી ફાયર બ્રિગેડે આગ બુઝાવી : મીઠી નિંદ્રા માણતા વેપારીઓને જાણ થતા દુકાનો પર દોડયા: માલ સામાન બચાવવા દોડધામ: સદ્ભાગ્યે જાનહાની ટળી

Advertisement

જુનાગઢ તા.13
જુનાગઢની જુની પુરાણી દાણાપીઠ હોલસેલ માર્કેટમાં આજે વહેલી સવારે લગભગ સાડા ચારની આજુબાજુ આગ ભભુકી ઉઠી હતી.
વહેલી સવારે લોકો ગરમી બાદ ઠંડક પ્રસરતા મીઠી ઉંઘ માણી રહ્યા હતા ત્યારે દાણાપીઠ દરગાહની પાસે પીપળાની પાછળની વિશાળ બીલ્ડીંગમાં આવેલ ગીરીરાજ પરફયુમ (અગરબતી)ની દુકાનમાં પહેલા અને બીજા માળે આગે કોઈ કારણોસર તેનું રૌદ્રરૂપ પકડી લીધુ હતું. નીચે આવેલી ગીરીરાજ પરફયુમમાંથી લાગેલી આગે બીજા માળે આવેલા ગોડાઉનને ઝપટે લઈ લેતા આગની જવાળાઓ ત્રીજા માળ સુધી પહોંચી જવા પામી હતી.
વહેલી સવાર ચાર સાડા ચાર વાગ્યે લાગેલી આગના કારણે આજુબાજુની વેપારીઓની દુકાનો ઉપરાંત ઉપરના ભાગે રેસીડન્સીના લોકો દોડી આવ્યા હતા. દુકાનદારોએ તેમના માલ સામાન દુકાન ખાલી કરી અન્ય જગ્યાએ ફેરવી રહ્યા છે. ફાયર જવાનોએ આઠથી વધુ બંબાઓ પ્રાઈવેટ ટ્રેકટરો હિત પાણીનો મારો સતત ચાલુ રાખ્યો છે. પીજીવીસીએલને જાણ કરાતા તાત્કાલીક વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું હતું.
ગીરીરાજ પરફયુમના માલીક સરગવાડા ખાતે રહેતા કિશોરભાઈની દુકાન અને ઉપલા માળે ગોડાઉન હોવાનું જાણવા મળેલ છે.
સદનસીબે વહેલી સવારે ચાર વાગ્યે આગ લાગી હોવાથી દિવસના ભાગે ધમધમતા આ વિસ્તારમાં પગ મુકી ન શકાય તેટલા વાહનો વેપારીઓ રાહદારીઓ રહેવાસીઓથી ભરેલો આ વિસ્તાર અતી ગીચ અને સાંકળી બજાર છે. માલ જણસનો લઈને આવતા મોટા મોટા ટ્રકો પણ માર્કેટમાં માલ લેવા ઉતારવા અહીં બપોર વચ્ચે અને સવારના સમયે આવતા હોય છે. છકડો રીક્ષા ઓટો રીક્ષા ઉંટગાડીઓ માલ ભરવા અહીં ખાસ જમાવડો રહેતો હોય છે.
આ લખાય છે ત્યારે પણ હજુ આગ ઉપલા માળે ચાલુ છે. પરંતુ મોટાભાગની આગ કાબુમાં આવી ગઈ છે. જાણવા મળતી વિગત મુજબ 10 લાખથી વધુ નુકશાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે. હજુ કોઈ ફરીયાદ એ ડીવીઝનમાં નોંધાઈ નથી.

Advertisement