‘કેપ્ટન કુલ’ ધોનીની ‘ગરમી’: રાજકોટના રેફરીએ ફીના 50 ટકાનો દંડ ફટકાર્યો

12 April 2019 07:02 PM
Sports
  • ‘કેપ્ટન કુલ’ ધોનીની ‘ગરમી’: રાજકોટના રેફરીએ ફીના 50 ટકાનો દંડ ફટકાર્યો
  • ‘કેપ્ટન કુલ’ ધોનીની ‘ગરમી’: રાજકોટના રેફરીએ ફીના 50 ટકાનો દંડ ફટકાર્યો

રાજસ્થાન રોયલ્સ સામેના મેચમાં ‘નો-બોલ’ વિવાદમાં ધોની ચાલુ મેચે મેદાન પર ધસી ગયો, જે યોગ્ય ન હતું મેચ રેફરી પ્રકાશ ભટ્ટ રાજકોટના; રણજી ટીમના પુર્વ કપ્તાન અને ઈન્કમટેકસના અધિકારી છે: ગુજરાતમાંથી પસંદ થયેલા એકમાત્ર રેફરી

Advertisement

જયપુર તા.12
કેપ્ટન કુલ તરીકે જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ કપ્તાન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ સામેના મેચમાં મગજ પરનો કાબુ ગુમાવ્યો હતો. ક્રિકેટ પ્રશંસકોને આઘાત લાગે અને સ્પોર્ટસમેન સ્પીરીટ પર સવાલ સર્જાય તેવી આ ઘટનામાં ગુસ્સે ભરાયેલો ધોની ચાલુ મેચે મેદાન પર ધસી ગયો હતો અને અમ્પાયર સાથે જીભાજોડી કરી હતી. આ બનાવને પગલે મેચ રેફરીએ તેના પર 50 ટકા મેચ ફીનો દંડ ઝીંકયો છે.
ધોની જેવા સીનીયર ખેલાડીને મેચ ફીના 50 ટકાનો દંડ કરનાર મેચ રેફરી પ્રકાશ ભટ્ટ રાજકોટના હોવાનું બહાર આવ્યુ છે. આઈપીએલનો ગુરુવારનો મેચ ચેન્નઈ સુપરકીંગ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હતો જે છેલ્લા દડા સુધી રોમાંચક બન્યો હતો. રાજસ્થાન રોયલ્સે 151 રન બનાવ્યા હતા. ચેન્નઈ સુપરકીંગ્ઝની પ્રારંભીક વિકેટો સસ્તામાં પડી ગઈ હતી. ધોની અને રાયડુએ ટીમને જીતની નજીક પહોંચાડયા હતા ત્યારે રાયડુ અને છેલ્લી ઓવરમાં ધોની આઉટ થયો હતો.
ચેન્નઈ સુપરકીંગ્ઝનેછેલ્લી ઓવરમાં મેચ જીતવા માટે 18 રનનીઆવશ્યકતા હતી. પ્રથમ દડે છગ્ગો લાગ્યો હતો. બીજો છેડો નોબોલ થયો હતો અને ફ્રી-હીટ મળી હતી જે પૂર્ણ થયા બાદ ત્રીજાદડે ધોની આઉટ થઈ ગયો હતો. આ તકે મેચ વધુ રોમાંચક થઈ ગયો હતો.
આ પછીનો સ્યોકસનો બોલ કમ્મર સુધીનો આવતા મુખ્ય અમ્પાયરે નો બોલનો ઈશારો કર્યો હતો. પરંતુ લેતા અમ્પાયરે ઈન્કાર કરતા નોબાલ અપાયો ન હતો. પીચ પર રહેલાર ચેન્નઈના બેટસમેનો રવિન્દ્ર જાડેજા તથા સાઈન્ટનરે સવાલ ઉઠાવ્યો હતો. નો-બોલનો વિવાદ સર્જાયો હતો. આઉટ થઈને પેવેલીયમમાં રહેલો ધોની પણ મેદાન બહારથી સવાલ કરવા લાગ્યો હતા. અમ્પાયરે નો-બોલ જાહેર કરવાનો ઈન્કાર કરતા મેદાન પર ધસી આવ્યો હતો અને અમ્પાયર સાથે જીભાજોડી હતી.ચેન્નઈ સુપરકીંગ્ઝ માટે આ ઓવર ઘણી નિર્ણાયક હતી. નો-બોલ નહીં અપાતા ગુસ્સે ભરાયેલો ધોની મેદાનમાં ધસી ગયો હતો ત્યારે ટીવી કોમેન્ટેટરોએ પણ તને આકરી ટીકા કરી હતી. ક્રિકેટના નિયમ હેઠળ અમ્પાયરને નિર્ણય આખરી અને બંધનકર્તા હોયછે છતાં ધોની જેવા સીનીયર ખેલાડીના આ કૃત્યને કોમેન્ટેટરોએ પણ વખોડયું હતું. અમ્પાયરે નો-બોલ ન જ આપ્યો અનેધોની મેદાનમાંથી બહાર આવી ગયો હતા. ધોનીના આ કૃત્ય સામે મેચ રેફરીએ તેને મેચ ફીની 50ટકા રકમનો દંડ ફટકારી દીદો હતો. આઈપીએલના નિયમોના ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
એવું જાણવા મળ્યું છે કે ધોની જેવા સીનીયર અને મોટા ખેલાડીને 50 ટકા જેવો ધરખમ દંડ થયાનો આ કદાચ પ્રથમ કિસ્સો છે એટલું જ નહીં દંડ ફટકારનારા મેચ રેફરી પ્રકાશ ભટ્ટ રાજકોટનાછે. સૌરાષ્ટ્રની રણજી ટીમના પુર્વ કપ્તાન રહી ચૂકેલા પ્રકાશ ભટ્ટ ઈન્કમટેકસના અધિકારી છે. અગાઉ રાજકોટ કચેરીમાં હતા અને હાલ પુનામાં ફરજ બજાવે છે. મેચ રેફરી તરીકે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર પ્રકાશ ભટ્ટ જ પસંદગી પામ્યા હતા. ધોનીના કૃત્યને શિસ્ત-નિયમભંગ ગણીને મેચ ફીના 50 ટકાનો દંડ ફટકાર્યો હતો.


Advertisement